પુત્રએ જ પિતાની લાકડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી

Files Photo
અમદાવાદ: પાટણ જિલ્લાના ચાણસ્મામાં જમીન અને માતાના ઘરેણાંના વેચાણના વિવાદના પગલે આંબલી રોડ પર રહેતા ૨૩ વર્ષિય યુવકે શુક્રવારે બપોરે પોતાના જ પિતાને લાકડી વડે મોતને ઘાટ ઉતારી દીધા હતા. પાડોશીઓ ભેગા થઈ જતાં આરોપી સુરેશ રબારી તેના ઘરેથી ભાગી ગયો હતો. સમગ્ર ઘટના અંગે બહેને તેના સગાભાઈ સામે ફરિયાદ નોંધાવતા રંતુ સરખેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને આંબલી રેલવે સ્ટેશન પાસેથી પકડી પાડ્યો હતો. સરખેજ પોલીસ ઇન્સ્પેક્ટર બી બી ગોયલે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ પહેલા કોવિડ -૧૯ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. મૃતકની ૨૧ વર્ષની પુત્રી સુરેખા દ્વારા નોંધાયેલ એફઆઈઆર મુજબ તેના પિતા મગન રબારી ૬૫ એક સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તે થલતેજની એક શાળામાં હેલ્પર છે.
તેણીએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ભાઈ સુરેશ અને પિતા વચ્ચે ગામમાં જમીનો ટુકડો અને માતા જે હવે આ દુનિયામાં નથી તેમના ઘરેણાં વેચવા બાબતે ઝઘડો થયો હતો. સુરેશ કહેતો હતો કે ગામડે ખાતેની જમીન, ઘર તથા માતાને દાગીના વેચીને જે રૂપિયા આવે તે બધા મને આપી દો. જો કે, પિતાએ સુરેશને સ્પષ્ટ ના પાડી દીધી હતી. ઈન્સ્પેક્ટર ગોયલે જણાવ્યું કે, આ વખતે ત્યાં હાજર સુરેખાએ બંને વચ્ચે પડીને વધુ ઝઘડો થતાં અટકાવ્યો હતો.
શુક્રવારે તેના પિતા તેની નાઇટ શિફ્ટ કર્યા બાદ સવારે ઘરે પરત ફર્યા હતા. બપોરના ૧૨.૩૦ વાગ્યે ભોજન લીધું અને ત્યારબાદ ફરિયાદી અને મૃતક બંને સૂઈ ગયા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ લગભગ દોઢેક વાગ્યે સુરેખા પાણી પીવા ઉઠી ત્યારે તેણીએ જોયું કે તો ભાઈ સુરેશ તેના ઉંઘી રહેલા પિતાને માથામાં લાકડીથી ફટકારી રહ્યો હતો. ગોયલે જણાવ્યું કે, આ જોતા સુરેખાએ મદદ માટે બૂમ પાડી હતી જે સાંભળીને પાડોશીઓ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને સુરેશના હાથમાંથી લાકડી લઈ લીધી હતી. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મગન રબારીને સારવાર માટે સોલા સિવિલ લઈ ગયા ત્યારે સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો. મગનભાઈને વધુ સારવાર માટે સોલાથી અસારવા સિવિલ લઈ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.