પુત્રના જન્મદિન પર હાર્દિક પંડ્યાએ સુંદર ક્ષણો શેર કરી
નવી દિલ્હી: ગયા વર્ષે લોકડાઉન દરમિયાન પત્ની નતાશા સ્ટેનકોવિકની પ્રેગ્નેન્સીની જાહેરાત કરીને હાર્દિક પંડ્યાએ ફેન્સને ચોંકાવી દીધા હતા. નતાશા અને હાર્દિક ૩૦ જુલાઈ, ૨૦૨૦માં દીકરા અગસ્ત્યના માતા-પિતા બન્યા હતા. આજે અગસ્ત્ય એક વર્ષનો થઈ ગયો છે ત્યારે પપ્પા હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેને બર્થ ડે વિશ કર્યું છે. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં બાપ-દીકરાની અત્યારસુધીની સૌથી સુંદર ક્ષણો જાેવા મળી રહી છે.
વીડિયોની શરુઆત અગસ્ત્યનો જન્મ થયો ત્યારબાદની પહેલી તસવીરથી થાય છે, જેમાં હાર્દિક તેના હાથ ચૂમતો જાેવા મળી રહી છે. વીડિયોમાં હાર્દિક પંડ્યા અગસ્ત્યને રમાડતા, ચંપી કરતો, પાણીમાં છબછબિયા કરતો, બોલિવુડ સોન્ગ પર નાચતો, ગલગલિયા કરતો, દીકરાની સાથે ભાંખોડિયાભેર ચાલતો, એક્સર્સાઈઝ કરતો, જમાડતા તેમજ ચાલતા શીખવાડી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘આઈ લવ યુ બેબી’ સોન્ગ વાગી રહ્યું છે. આ સાથે તેણે લખ્યું છે ‘મને વિશ્વાસ નથી આવી રહ્યો કે તું એક વર્ષનો થઈ ગયો છે. અગસ્ત્ય, તું મારું દિલ છે’. હું જાણતો હતો તેના કરતાં પણ વધારે પ્રેમ શું હોય છે
મને દેખાડ્યું છે. મારા જીવનમાં તું સૌથી મોટા આશીર્વાદ છે અને તારા વગર એક દિવસની પણ કલ્પના હું કરી શકતો નથી. લવ યુ અને મિસ યુ’. હાર્દિક પંડ્યાની પોસ્ટ પર અનુષ્કા શર્મા, આશિતા સૂદ, પંખુડી શર્મા, આથિયા શેટ્ટી, સાગરીકા ઘાટગે, ઈશાન કિશન તેમજ સુનીલ શેટ્ટી સહિતના સેલેબ્સે કોમેન્ટ કરી છે અને ક્યૂટ અગસ્ત્યને બર્થ ડે વિશ કર્યું છે.
અગસ્ત્ય માત્ર મમ્મી-પપ્પા જ નહીં પરંતુ કાકા-કાકી કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માનો પણ લાડકો છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર અગસ્ત્ય સાથેની મસ્તી કરતી તસવીરો શેર કરે છે. અગસ્ત્યના બર્થ ડે પર કૃણાલ પંડ્યાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં કુણાલ પંડ્યા અગસ્ત્ય સાથે મસ્તી કરતો, ડાન્સ કરતો અને સ્વિમિંગ પૂલમાં ન્હાતો જાેવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં ‘મેરી દુનિયા તુ હી રે સોન્ગ વાગી રહ્યું છે. વીડિયોની સાથે તેણે લખ્યું છે ‘છેલ્લા એક વર્ષમાં તે અમારું જીવન બદલી નાખ્યું છે, અગસ્ત્ય. તારા સાથેની દરેક ક્ષણ એવી છે જેની હું ઉજવણી કરીશ. તને મોટા થતો જાેવો તે મને ખુશી આપે છે. હેપ્પી બર્થ ડે ટુ માય ક્યૂટ લિટલ બેબી. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ.