પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી અનોખી રીતે કરી

વિરપુરના શુક્લ પરિવાર દ્વારા પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) આજના ભૌતિક સુખ-સગવડોમાં મહાલતો માનવી માત્ર પોતાના સુખની જ ચિંતા કરતો હોય છે તેવા સંજાેગો વચ્ચે આજે એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની પણ ચિંતા કરતા હોય છે કોઈ પણ બહાને આ પ્રકારના લોકો પોતાના સમગ્ર જીવન દરમિયાન સમાજને કંઈક ને કંઈક વત્તા-ઓ છે
મદદરૂપ થતા રહેતા હોય છે આવો જ એક ઉમદા પ્રસંગ જાણવા મળ્યો મહિસાગર જીલ્લાના વિરપુર નગરના શુક્લ પરીવારમાં જે પોતાના પુત્રના જન્મ દિવસ નિમિત્તે પાંચ જેટલા પરીવારોને જરૂરીયાતમંદ વસ્તુની આર્થિક રીતે મદદ કરી માનવતા મહેકાવી દીધી છે
ખેડા જીલ્લાના પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લના પુત્ર પિનાકિન શુક્લના જન્મદિવસ નિમિત્તે એક નવો જ પ્રેરણાદાયી ચિલો ચિતરવાનો પ્રયાસ હાથ ધર્યો છે બીઈંગ હ્મુમન ગ્રુપની મદદથી વરધરી વિસ્તારના વેડગામ ખાતે જરૂરમંદ પાંચ જેટલા પરીવારોને જીવન જરૂરિયાત વસ્તુ પણ નથી તેવા પરિવારોને લાઈટ માટે ચાર્જીંગ બેટરી, ટેબલફેન તથા પરિવારના બધા સભ્યોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું
તેમજ આજ પરિવારની એક દીકરી મનીષાબેન સુરેશભાઈ પગી કે જે જન્મથીજ અપંગ છે તે દીકરીને હાથથી ચલાવી શકાય તેવી થ્રી વહીલર સાયકલ આપવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિને માન આપીને સેવા થકી શુકલ પરીવાર દ્વારા જન્મ દિવસ ઉજવવાનું જે અનોખુ કદમ ભરવામાં આવ્યું છે તે ખરેખર સરાહનીય છે જરૂરીયાત ગરીબ પરીવારોને જરૂરિયાત વસ્તુ આપતા પરીવારોએ પ્રેરણાદાયી કાર્યને બિરદાવાયું હતું…