પુત્રના પ્રેમસંબંધને લીધે પિતાને કરવો પડ્યો આપઘાત
પિતાએ લખી અંતિમ ચિઠ્ઠી
પૈસાની સગવડ ન થતા મયુરના પિતા સુરેશભાઈ પાસે જમીનનું સાટાખત કરાવી લેવામાં આવ્યું હતું
રાજકોટ, શહેરના રામનગર વિસ્તારમાં આવેલા જય ખોડીયાર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં સુરેશભાઈ ટીંબડિયા નામના વ્યક્તિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ થોરાડા પોલીસને થતા તાત્કાલિક અસરથી તે ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળેથી સુરેશ ટીંબડિયા નામના વ્યક્તિએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જે નોટમાં રાજુ રોકડ અને સંજય રોકડ નામના વ્યક્તિઓએ મરવા માટે મજબૂર કર્યા હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.
તો સાથે જ મૃતક સુરેશભાઈને ફોનમાં ધાકધમકી પણ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના પુત્ર મયુર ટીંબડિયા દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૦૬, ૩૮૬, ૩૮૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તેમજ ૧૧૪ અંતર્ગત રાજુ રોકડ અને સંજય રોકડ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મયુર તેમજ આરોપી રાજુ રોકડની પુત્રી વચ્ચે પ્રેમસંબંધ હતો.
ત્યારે મયુર દ્વારા રાજુ રોકડના જમાઈને ફોન દ્વારા ફોટા મોકલાવવામાં આવતા તે બાબતની જાણ આરોપીઓને થઈ હતી. તો સાથે જ આરોપીઓની સમાજમાં બદનામી થતા સમાધાન માટે મયુરના ઘરે તેમજ આરોપીના સગાના કારખાને મયુર તેમજ તેના પિતા સુરેશભાઈને બોલાવીને રૂપિયા ૨૫ લાખની માંગણી કરી હતી. પૈસાની સગવડ ન થતા મયુરના પિતા સુરેશભાઈ પાસે જમીનનું સાટાખત કરાવી લેવામાં આવ્યું હતું.
સાથે જ ધાગ ધમકી પણ આપવામાં આવતી હતી. અગાઉ દસ લાખ રૂપિયા બળજબરીપૂર્વક મૃતક સુરેશભાઈ પાસેથી પડાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં બાકીના ૨૫ લાખ રૂપિયાની પણ માંગણી કરવામાં આવતા પૈસાની સગવડ ન થતા સુરેશભાઈ દ્વારા કારખાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મૃતકની ઈચ્છા અનુસાર પરિવારજનોએ કારખાનેદારની આંખોનું દાન પણ કર્યું છે. કારણકે સુસાઈડ નોટમાં કારખાનેદારે ઉલ્લેખ કર્યો હતો કે, મારું શરીર સારું છે. મારા શરીરના અંગ કોઈને કામ આવે તો સારું, મારી આંખ કોઈને કામ આવે તો તેનું દાન કરી દેજો.ss1