પુત્રને મારતા પતિની મહિલાએ હત્યા કરી નાખી
પત્ની તેને બચાવવા માટે વચ્ચે પડી અને બાજુમાં રહેલું ચપ્પુ પતિની છાતીમાં મારી દેતા ત્યાં જ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા
અમદાવાદ , શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પિતા રાતે ટીવી જાેવા બેઠા અને ચેનલ બંધ થઈ જતાં ઝઘડો કરીને નાના દીકરાને માર માર્યો હતો. જેથી પત્ની તેને બચાવવા માટે વચ્ચે પડી અને બાજુમાં રહેલું ચપ્પુ પતિની છાતીમાં મારી દેતા ત્યાં જ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા.
આ અંગે મૃતક વિજયસિંહના મોટાભાઈએ રાજેશભાઈ યાદવે સોલા હાઈકોર્ટમાં આરોપી પત્ની દિપમાલા યાદવ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે, ઘરની તકરારમાં જ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હત્યા પાછળ બીજુ કોઈ કારણ છે કે કેમ? તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલા દિપમાલા યાદવની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.આ અંગે મૃતકના ભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર નાના ભાઈ વિજયસિંહ યાદવ (૪૫) એએમટીએસની બસ ચલાવાની નોકરી કરતા હતા અને પરિવાર સાથે ચાંદલોડિયા સ્થિત વિશ્વકર્મા મંદિર પાછળ જયઅદિતી પાર્ક સોસાયટીમાં રહેતા હતા.
આરોપી પત્ની દિપમાલા ઘરકામ કરે છે અને તેમના સંતાનોમાં ત્રણ બાળકો છે જેમાં સૌથી મોટી દીકરી હેતવી (૧૭), પછી રૂચિ (૧૬) અને છેલ્લે સોથી નાનો દીકરી મનજીત (૧૧) છે.ઘટનાની વિગતો અનુસાર ૧૩ જૂનના રોજ રાતે ફરિયાદીને રાતે ૯.૪૫ વાગ્યે નાના ભાઈની દીકરી રૂચિનો ફોન આવ્યો અને જણાવ્યું કે, તાઉજી ઘરે આવી જાઓ, પિતાને વાગ્યું છે અને તેઓ પડી ગયા છે અને કઈ બોલતા નથી.
જેથી ફરિયાદી તાત્કાલિક ત્યાં વિજયસિંહના ઘરે પહોંચતા જાેયું કે, તેમને છાતીની ડાબી બાજુએ છરીનો ઘા વાગ્યો હતો અને લોહી નીકળતું હતું અને બેભાન હાલતમાં જમીન પર પડ્યા હતા. જેથી આ બધુ કેવી રીતે થયું તેવી પૂછપરછ કરતા નાની દીકરી હેતવીએ જણાવ્યું કે, મારા પપ્પાને છેલ્લા ૧૫ દિવસતી નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા હોવાથી તેઓ રોજ ઘરે ઝઘડો કરતા હતા.
આજે તેઓ સાંજે બહાર ગયા પછી પાછા આવ્યા ત્યારે બધાએ જમી લીધા બાદ પપ્પાએ કહ્યું કે તમે લોકો ઉપરના માળે સૂવા માટે જતા રહો આજે હું આખી રાત ટીવી જાેવાનો છું.તેથી અમે બધાએ મમ્મી સાથે ઉપરના માળે સૂવા માટે જતા રહ્યા હતા. ત્યારબાદ ૯ વાગ્યાની આસપાસ પિતા ઉપર આવ્યા અને જણાવ્યું કે, ટીવીની ચેનલ બંધ થઈ ગઈ છે અને આ ચેનલ તમે લોકોએ બંધ કરી છે કહીને ઝઘડો કર્યો હતો.
જ્યારે નાનો ભાઈ ટીવીની ચેનલ ચાલુ કરવા નીચે જતાં પિતા પણ તેની સાથે નીચે ગયા હતા અને ભાઈને મારવા લાગ્યા. જેથી મમ્મી તેને બચાવવા માટે વચ્ચે પડ્યા અને આ દરમિયાન બાજુમાં ચપ્પુ પડ્યું હોવાથી મમ્મીએ ચપ્પુ પિતાની છાતીમાં મારી દીધું, જેથી પિતા જમીન પર પડી ગયા અને બેભાન થઈ ગયા. ત્યારબાદ પિતાને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.SS2KP