પુત્રવધુએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં સાસુનો આપઘાતનો પ્રયાસ
અન્ય કિસ્સામાં પતિએ જાહેરમાં ઝઘડો કરતાં મહિલાએ ફિનાઈલ પીધુ
અમદાવાદ: ઘરેલું કંકાશ અને નાની નાની બાબતોમાં ઝઘડાને લઈને પરણીતાઓ આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના વારંવાર બહાર આવે છે. પરંતુ ખાડીયા વિસ્તારમાં પરીવારની પુત્રવધુ દ્વારા વૃદ્ધ સાસુને વારંવાર પરેશાન કરવામાં આવતી હતી. વહુ સાસુ પાસે ઘરકામ કરાવતી હતી ઊપરાંત વારંવાર જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપતાં વૃદ્ધ સાસુએ કંટાળીને મચ્છર મારવાની દવા પી લેતાં હાલમાં હોÂસ્પટલમાં જીવન મરણ વચ્ચે જાલાં ખાઈ રહી છે. બીજી તરફ અમરાઈવાડીમાં મહિલાને તેનાં પતિએ જાહેરમાં રોકીને ગાળો બોલી ઝઘડો કરતાં તેમને લાગી આવ્યું હતું. અને ફિનાઈલ પી લેતાં તેમને સારવાર લેવાની ફરજ પડી છે. દંપતી વચ્ચે અગાઉ અણબનાવ થતાં કોર્ટમાં કેસ ચાલુ જ હતો.
પ્રથમ ઘટનાની વિગત એવી છે કે ચંદ્રીકાબેન જગદીશભાઈ ખત્રી કોઠની પોળ, રાયપુર ખાતે રહે છે. ૬૨ વર્ષીય ચંદ્રિકાબેન પોતાનાં દિકરા જીગ્નેશ લુટી તથા પુત્રવધુ સુશીલાબેન અને એક પૌત્રી સાથે રહે છે. વિધવા ચંદ્રિકાબેન પુત્રવધુ સુશીલા અવારનવાર તેમની સાથે ઘર કામ બાબતે કંકાસ કરે છે. વૃદ્ધાનાં આક્ષેપ મુજબ સુશીલાની માતા પણ તેની ફોન દ્વારા ચઢામળી કરે છે. ગઈકાલે બપોરે એક વાગ્યે જીગ્નેશ જમવા આવ્યો હતો.
એ જ સમયે સુશીલાની માતાનો પણ ફોન આવ્યો હતો. જેમણે ચંદ્રિકાબેન સાથે વાત કરી પોતાની દિકરી પાસે ઘરકામ નહીં કરવાનું અને તમારે જ ઘરકામ કરવાનું એવી વાતો કરી તેમની સાથે ફોનમાં બોલાચાલી કરી હતી. ઉપરાંત સુશીલાની પણ ચઢામણી કરતાં તેણે પણ સાસુ સાથે ઝઘડો કરીને સબક શીખવાડીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
સુશીલાની ધમકીઓથી ડરી ગયેલા ચંદ્રીકાબેન રોજ રોજનાં ઝઘડાથી કંટાળી જતાં સાંજના સુમારે મચ્છર મારવાની દ વા પી લીધી હતી. જેનાં પગલે તેમની તબિયત લથડતાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં દાકતરી સારવાર બાદ તેમણે પુત્રવધુ સુશીલા અને તેની માતા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
જ્યારે અમરાઈવાડીમાં પ્રગતિનગર ખાતે રહેતાં નીરુબેન રાઠોડ (૨૯)ને લગ્ન બાદ પતિ સહિતનાં સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપતાં તેમણે કોર્ટમાં કેસ કર્યાે હતો. ઉપરાંત કોર્ટનાં આદેશ મુજબ પતિ પ્રદીપભાઈ તેમને ભરણપોષણ આપતાં હતાં. બુધવારે સાંજે સાત વાગ્યે નીરુબેન પોતાનાં કાકીનાં ઘરે જનતાનગર ખાતે જતાં હતા એ સમયે બગીચા પાસે ઊભાં રહેલાં પ્રદીપભાઈએ તેમને રોક્યા હતા અને તે મારા વિરૂદ્ધ ખોટાં કેસ કરેલાં છે. અને ખાધા ખોરાકીનાં પૈસા ખાય છે. એમ કહી ધમકીઓ આપતાં નીરુબેન રડતાં રડતાં ઘરે ગયા હતા. જા કે તેમને મનમાં લાગી આવતાં રાત્રીના સુમારે બધા સૂઈ ગયા બાદ તેમણે ફીનાઈલ પી લીધઉં હતું. જેની ફરીયાદ લઈ અમરાઈવાડી પોલીસે તપાસ હાથ ધરી છે.