Western Times News

Gujarati News

પુત્રવધૂ પર અત્યાચાર બદલ સાસુ સામે ફરિયાદ કરાઈ

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ તેની સાથે કૉલેજમાં ભણતા યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. બાદમાં દંપતી કેનેડા ગયું હતું. જ્યાં તેને ગર્ભ ન રાખવો હોવા છતાંય સાસુના કહેવાથી ગર્ભ રાખ્યો હતો. ત્યારે તેનો પતિ ઘરમાં કૂતરું લાવતા તેની સાસુ ગુસ્સે ભરાયા હતા. કોણે કૂતરું લાવવાનું કહ્યું તેમ કહી કૂતરા રમાડે છે તો તારા છોકરા પણ કૂતરા જેવા આવશે કહીને ત્રાસ ગુજાર્યો હતો. કેનેડામાં સોનોગ્રાફી કરાવી બેબી હોવાનું સામે આવતા કંઈ કામની નથી

તેવું કહી યુવતીને ઇન્ડિયા મોકલી દીધી હતી. બાદમાં પતિએ ફોટો સોશિયલ મીડિયા પર મૂકવાની ના પાડી ત્રાસ ગુજારતા આખરે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. શહેરના મણિનગરમાં રહેતી ૩૧ વર્ષીય યુવતી હાલ તેના માતાપિતા સાથે રહે છે. અગાઉ જ્યારે સહજાનંદ કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. બાદમાં આ યુવતી અને યુવકના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. યુવતીને તેના પતિ સાથે મનમેળ ન રહેતા વર્ષ ૨૦૧૪માં છૂટાછેડા લીધા હતા.

જ્યારે યુવક મિત્ર પત્ની સાથે કેનેડા પીઆર પર જતો રહ્યો હતો. ત્યાં જતા યુવકને તેની પત્ની સાથે બનતું ન હતું. જેથી આ યુવક ઇન્ડિયા આવ્યો ત્યારે યુવતીના ભાઈએ તેને સમજાવ્યો હતો. આ દરમિયાન યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં યુવકના છૂટાછેડા ન થયા હોવાથી યુવતીએ યુવક સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી થયું હતું. આ મામલે યુવતીના પરિવારજનોને કોઈ વાંધો ન હતો. જાેકે, યુવકને પ્રથમ પત્ની સામે વાંધો હોવાથી તેમણે સંબંઘ કાપી નાખ્યો હતો અને અખબારમાં સંબંધ ન હોવાની જાહેરાત પણ યુવકના પરિવારજનોએ આપી દીધી હતી. યુવકની પત્નીએ કેસ કરી ૧૫ લાખ માંગ્યા હતા.

જેથી યુવકના પરિવારજનોએ યુવતીના પરિવાર અને યુવક સાથે સમાધાન કર્યું હતું. યુવક અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ આ યુવતી સાથે ઇન્ડિયા આવી યુવકે વર્ષ ૨૦૧૮ માં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવતીની સાસુ અલગ અલગ વાતો કરી પતિ-પત્ની વચ્ચે ઝગડા કરાવતા હતા. જાેકે, યુવતીનો આ પતિ કેનેડા જતો રહ્યો ત્યારે સાસુ કહેતી કે આના કરતાં અમે અમારા સમાજમાં લગ્ન કરાવ્યા હોત તો કંઈક દહેજ મળતું. યુવતીની સાસુ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવતા હોવાથી દોરા લાવી યુવતીને બાંધતા અને મંદિરમાં લઈ જઈને ત્રાસ આપતા હતા. બાદમાં યુવતી કેનેડા પતિ પાસે જતી રહી હતી. એક લગ્ન પ્રસંગમાં ઇન્ડિયા આવી ત્યારે જે વસ્તુઓ બધા માટે લાવી તેમાં પણ સાસુએ વાંધા વચકા કાઢી બોલાચાલી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.