પુત્રીએ માતાની હત્યા કરીને અંગોને શરીરથી અલગ કર્યા
ચિસીનાઉ, પૂર્વ યુરોપિયન દેશ મોલ્ડોવાના રહેવાસી ૨૧ વર્ષની ઇંસ્ટાગ્રામ ઇન્ફ્લૂઅન્સર એના લેકોવિચે પોતાની માતાની કરપીણ હત્યા કરી નાંખી છે. હેવાનિયતથી તમામ હદો પાર કરીને સગી દીકરીએ જ જનેતાની હત્યા કરીને હૃદય અને બીજા અંગોને શરીરથી અલગ કરી દેતા કમકમાટીભર્યું મોત થયું છે.
૨૧ વર્ષની એના લેકોવિચની ક્રૂરતાની તમને એ વાત પરથી ખબર પડશે કે રસોડામાં ઉપયોગમાં લેવાતા ચપ્પાથી પહેલાં પોતાની માતા પર હુમલો કર્યો અને પછી હૃદય અને અન્ય અંગોને કાપીને શરીરથી અલગ કરી દીધા. ત્યારબાદ મહિલાનું મોત થઇ ગયું.
પોલીસે ૨૧ વર્ષની એના લેકોવિચની તેની માતા પ્રસ્કોવ્યા લેકોવિચની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. એના પર હજુ કોઇપણ આરોપ સાબિત થયા નથી અને પોલીસ કેસની તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે એના જ મુખ્ય શંકાસ્પદ છે. જાે કે હજુ હત્યાના કારણની ખબર પડી શકી નથી. ૨૧ વર્ષની એના લેકોવિચ એક મેડિકલ સ્ટુડન્ટ અને અપકમિંગ ઇંસ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર છે. એનાના ઇંસ્ટાગ્રામ પર ૧૬.૧ હજાર ફોલોઅર છે અને તે મોટાભાગે પોતાના ફોટોઝ શેર કરતી હતી. એનાની માતા પ્રસ્કોવ્યા લેકોવિચની ઉંમર ૪૦ વર્ષ હતી અને તે જર્મનીમાં નોકરી કરતી હતી. એક રિપોર્ટ પ્રમાણે એનાની માતાને શંકા હતી કે તેની દીકરી ડ્રગ્સ લેવા લાગી છે અને તેની સારવાર માટે અહીં આવી હતી. હત્યાની પાછળ આ કારણ માનવામાં આવી રહ્યું છે.
એનાના અંકલે આરોપ અંગે કહ્યું કે પ્રસ્કોવ્યા પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તે તેની સાથે વધુમાં વધુ સમય પસાર કરવાની કોશિષ કરતી હતી. પોલીસને એ બતાવામાં માત્ર બે કલાકનો સમય લાગ્યો કે એના જ મુખ્ય શંકાસ્પદ છે. હું તેની કલ્પના પણ કરી શકતો નહોતો.
આ બધાની વચ્ચે એનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસે તેને કોર્ટમાં હાજર કરવા લઇ પહોંચી. આ દરમ્યાન જ્યારે એક પત્રકારે પૂછયું કે શું તમે જ તમારી માતાને મારી નાંખી અને બોડી પાર્ટસ કાપી નાંખ્યા? ત્યારબાદ એના એ હસતા-હસતા જવાબ આપ્યો, ‘ગુડબાય’.SSS