પુત્રીનાં લગ્નની ખરીદી માટે નીકળેલી મહીલાના પર્સની લુંટ
અમદાવાદ: મૂળ ગીરસોમનાથના ખાતે રહેતો પરીવાર દિકરીનાં લગ્ન પ્રસંગે ખરીદી કરવા આવ્યો હતો રીક્ષામાં બેસીને ખરીદી કરવા જતા એકટીવા ચાલક લુંટારાએ મહીલાનાં ખોળામાંથી રૂપિયા ભરેલુ પર્સ લુંટીને પલાયન થઈ જતા પરીવારને કડવો અનુભવ થયો છે.
કિરણબેન ગોપલાણી પરીવાર સાથે ગીર સોમનાથ ખાતે રહે છે તેમના પતિ કોડીનાર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે કિરણબેનના પરીવાર સાથે દિકરીનાં લગ્નની ખરીદી કરવા માટે અમદાવાદ ખાતે આવ્યા હતા કાલુપુર રેલ્વે સ્ટેશનથી નીકળીને તેઓ સહ પરીવાર રીક્ષામાં બેઠા હતા પરતુ સ્વામીનારાયણ મંદિર નજીક આવેલી પોળમાં પાસે પહોચતા જ અજાણ્યા એકટીવા પર આવેલાં લુંટારાએ તેમનાં ખોળામાં રહેલી પર્સ લુંટી લીધુ હતુ જેની પાછળ રીક્ષા ચાલકે પોતાની રીક્ષા ભગાવી હતી જા કે લુંટારો સ્વામીનારાયણ મંદિર તરફથી એકટીવા ભગાવી ગાયબ થઈ ગયો હતો.
પુત્રીનાં લગ્નની ખરીદીની રકમ લુંટાઈ જતા પરીવાર વ્યથિત બન્યો હતો અને કાલુપુર પોલીસ સેશને આ અંગની ફરીયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં આવી રીતે લૂંટના બનાવો બનતા હોવા છતાં પોલિસની કામગીરી ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે જેના કારણે નાગરીકોમાં ફફડાટનો માહોલ જાવા મળી રહ્યો છે.