Western Times News

Gujarati News

પુત્રીના અપહરણનો વિરોધ કરનાર પિતાનું ઘર સળગાવાયું

નવી દિલ્હી: પાકિસ્તાનમાં લઘુમતીઓના ધર્મ પરિવર્તન માટે રીતસરની ફેકટરી ચલાવી રહેલા કટ્ટરવાદી મિયાં મિઠ્ઠુના ગુંડાઓએ રવિવારે રાતે હિન્દુ યુવતીના ઘરને આગ લગાવી દીધી છે.

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓનુ અપહરણ કરીને તેમને બળજબરથી ધર્માંતરણ કરવાની ઘટનાઓ નવી નથી અને મિયાં મિઠ્ઠુ આ માટે બદનામ થઈ ચુકયો છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે થોડા દિવસ પહેલા કવિતાનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. અપહરણ સામે તેના પિતા તખતસિંહે વિરોધ કર્યો હતો.જેના પગલે રવિવારની રાતે મિયાં મિઠ્ઠુના ગુંડાઓએ તેના ઘરને આગ લગાવી દીધી હતી.

હવે કવિતાના પિતાએ ચીમકી આપી છે કે, જાે સરકાર મારી દીકરી મને પાછી નહીં આપે તો હું પોતે આત્મવિલોપન કરી લઈશ.કવિતાનુ પણ મિયાં મિઠ્ઠુએ ધર્મપરિવર્તન કરાવ્યુ છે.જે ઈમરાખાનનો ખાસ વ્યક્તિ માનવામાં આવે છે.

પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના અત્યાચારો માઝા મુકી રહ્યા છે.જાેકે નફ્ફટ ઈમરાનખાન સરકાર તેની સામે તમાશો જાેઈ રહી છે.છેલ્લા ૨૬ દિવસમાં લઘુમતી હિન્દુ સમુદાયની ત્રણ યુવતીઓના અપહરણ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.