પુત્રીના કહેવા પર મનોજ તિવારીએ બીજા લગ્ન કર્યા
મુંબઈ: ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારી ફરીથી પિતા બન્યા છે. ૩૦મી ડિસેમ્બરે તેમને ત્યાં બીજી દીકરીનો જન્મ થયો છે. તેમની પહેલી પત્ની રાનીથી થયેલી દીકરી જિયા તેમને મળવા માટે દિલ્હી આવી રહી છે.
ત્યારે મનોજ તિવારી તેમની મોટી દીકરીને નાની બહેન સાથે મુલાકાત કરાવવા માટે ખૂબ જ ઉત્સુક છે. ૧૦ વર્ષ પહેલા પહેલી પત્નીથી અલગ થયા બાદ, બંને વચ્ચે દુશ્મનાવટ આવી ગઈ હોવાની અફવાઓનું ખંડન કરતાં તેમણે કહ્યું કે, ‘રાણી અને હું એકબીજા સાથે સૌમ્ય છીએ. દિલ્હીમાં હોવા છતાં હું જિયા સાથે સંપર્કમાં છું, જે મુંબઈમાં તેની માતા સાથે રહે છે’.
વાતચીત કરતાં તેમણે સુરભી સાથેના બીજા લગ્ન વિશે પણ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘સુરભી અને મેં એપ્રિલ મહિનામાં લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા. તે મારું એડમિનિસ્ટ્રેટિવ કામ સંભાળતી હતી. હકીકતમાં, તે સિંગર છે અને મારા મ્યૂઝિક વીડિયોમાં તેણે અવાજ પણ આપ્યો છે. મારી દીકરી જિયાએ સુરભી અને મારે લગ્ન કરી લેવા જાેઈએ તેવી સલાહ આપી હતી.
હું અને સુરભી એકબીજા સાથે ખૂબ અનૂકુળ છીએ. તો સૌથી પહેલા જિયાએ લગ્ન માટે સૂચન આપ્યું કે તિવારી પહેલા સુરક્ષીના પ્રેમમાં પડ્યા તેમ પૂછતાં તેમણે કહ્યું કે, ‘તમે બંને બાબતને ધ્યામાં લઈ શકો છો. જિયા તેના મામા સાથે દિલ્હી આવી રહી છે,
જેનાથી સ્પષ્ટ થાય છે કે તિવારીને તેની પહેલી પત્નીના પરિવાર સાથે સારા સંબંધો છે. ‘અમારી વચ્ચે કડવાશ નથી. અમે એકબીજા સાથે સારા છીએ. ૨૦૧૦માં જ્યારે હું રાણીના આગ્રહથી તેનાથી અલગ થયો ત્યારે ચિંતિત હતો. તે બાદ જીવન એકદમ અજીબ થઈ ગયું હતું’, તેમ તેમણે કહ્યું હતુ.