પુત્રીને રડતાં જાેઇ માહી વિજ પણ ઇમોશનલ બની હતી
મુંબઈ: જય ભાનુશાળીની પુત્રી તારા અને પત્ની માહી વિજનો એેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં જાેઇ શકાય છે કે, જય ભાનુશાળી તેની પુત્રી તારા સાથે પત્ની માહી વિજને એરપોર્ટ છોડવા જાય છે, પરંતુ માહી જ્યારે પુત્રી તારાને કારમાં છોડીને એરપોર્ટ તરફ જાય છે કે તારા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગે છે.
તારાને રડતાં જાેઇ માહી પણ ઇમોશનલ થઇ જાય છે અને તારાને ગળે લગાવી દે છે. મા-દિકરીનો આ ઇમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ફેન્સ રસપ્રદ રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયોમાં જાેવા મળે છે, ઢીંગલી તારાને કારમાં બેસાડીને માહી જેવી એરપોર્ટ તરફ વળે છે કે તારા રડવા લાગે છે. તારાને રડતાં જાેઇ માહી કાર પાસે આવે છે તેને વહાલભરી પપ્પી કરે છે.
તારાને રડતાં જાેઇ માહી પણ ઇમોશનલ થઇ જાય છે પરંતુ કેમેરાને જાેતાં જ એક્ટ્રેસ પોતાને સંભાળવાનો પ્રયત્ન કરે છે અને કારનો દરવાજાે ખોલી તારાને ઉચકી લઇને વહાલ કરે છે. તારાએ રડવાનું બંધ કરતા માહી એરપોર્ટમાં જતી રહે છે. માહી વિજ અને જય ભાનુશાળી ૨૦૧૦માં લગ્નગ્રંથિથી જાેડાયા હતા. લગ્નના નવ વર્ષ પછી ૨૧ ઓગસ્ટ ૨૦૧૯નો રોજ તેમના ઘરે બેબી ગર્લ તારાએ જન્મ લીધો. ટીવીના રોમેન્ટિક કપલે ૨૦૧૭માં કેરટેકરના બે બાળકોને દત્તક લીધા હતા જેમના નામ ખુશી અને રાજવીર છે. આ બંને બાળકોનો ઉછેર અને ભણવાનો ખર્ચ આ કપલ ઉઠાવી રહ્યું છે.