પુત્રી શીના હજુ જીવિત હોવાનો ઈન્દ્રાણી મુખર્જીએ કરેલો દાવો

મુંબઈ, પુત્રી શીના બોરાની કથિત હત્યા મામલે ધરપકડના છ વર્ષ કરતા વધારે સમય બાદ પૂર્વ મીડિયા કાર્યકારી અધિકારી ઈન્દ્રાણી મુખર્જી શુક્રવારે સાંજે ભાયખાલા મહિલા જેલમાંથી બહાર નીકળ્યા. મીડિયા સમક્ષ તેમણે કેસ વિશે વાત કરવાનો ઈનકાર કરી દીધો. ઈન્દ્રાણીનો દાવો છે કે તેમની પુત્રી શીના હજુ પણ જીવિત છે.
એ પણ કહ્યુ કે તેમણે તે લોકોને માફ કરી દીધા છે જેમણે તેમને દુખ પહોંચાડ્યુ. ઈન્દ્રાણીએ કહ્યુ, હુ હાલ કેસ વિશે વાત કરી શકતી નથી. આ કેસ વિચારાધીન છે, મને લાગે છે મે હવે જીવનને અલગ દ્રષ્ટિથી જાેયુ છે. હુ તમામ ક્ષેત્રના લોકોને મળી છુ. આ એક યાત્રા રહી. મે ધીરજ રાખવાનુ પણ શીખ્યુ છે.
૫૦ વર્ષીય ઈન્દ્રાણીએ કહ્યુ હુ ખુશ છુ. હુ જેલમાં ઘણુ બધુ શીખી છુ. હવે ઘરે જઈ રહી છુ. કોઈ પ્લાન નથી, માત્ર ઘરે જવા ઈચ્છુ છુ. ઈન્દ્રાણી મુખર્જી સાંજે લગભગ ૫ઃ૩૦ વાગે જેલમાંથી બહાર નીકળી, તેમના વાળ ડાર્ક બ્લેક કલરમાં રંગાયેલા હતા. તેઓ પોતાના વકીલ સના રઈસ શેખને ગળે મળ્યા.
હસ્યા અને ત્યાં રાહ જાેઈ રહેલા મીડિયા કર્મચારીઓ તરફ હાથ હલાવ્યો. જે બાદ તેઓ વકીલની કિંમતી કારમાં બેસેલા અને વર્લી સ્થિત પોતાના ફ્લેટ ચાલ્યા ગયા. ઈન્દ્રાણીએ કહ્યુ, ન્યાયતંત્રમાં મારો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે. તમામે દેશના કાયદાનુ સન્માન કરવુ જાેઈએ. મોડુ થઈ શકે છે પરંતુ ન્યાય મળે છે. તેમણે કહ્યુ હુ ખૂબ ખુશ છુ.
ખૂબ સ્વતંત્ર અનુભવી રહી છુ. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટએ ઈન્દ્રાણી મુખર્જીએ આ કેસમાં બુધવારે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તપાસકર્તાઓ અનુસાર શીરા બોરા ની હત્યા એપ્રિલ ૨૦૧૨માં કરવામાં આવી હતી પરંતુ આ ગુનાનો ખુલાસો ત્રણ વર્ષ બાદ ૨૧ ઓગસ્ટ ૨૦૧૫એ ઈન્દ્રાણીના પૂર્વ ડ્રાઈવર શ્યામવર રાયની ધરપકડથી થયો હતો. રાયની ગેરકાયદે હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન રાયે પોલીસને જણાવ્યુ કે તેઓ એપ્રિલ ૨૦૧૨માં થયેલી એક હત્યા વિશે જાણતો હતો. રાયે દાવો કર્યો કે મીડિયા કારોબારી પીટર મુખર્જીની પત્ની ઈન્દ્રાણીએ પોતાના પૂર્વ પતિ સંજીવ ખન્નાની મદદથી કારમાં પોતાની પુત્રી શીનાનુ ગળુ દબાવી હત્યા કરી કરી હતી.
રાયની ધરપકડના ચાર દિવસ બાદ પોલીસે ઈન્દ્રાણીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમના પૂર્વ પતિ ખન્નાની પણ ધરપકડ કરી લીધી. ઈન્દ્રાણીએ કહ્યુ કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે.
મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે ઈન્દ્રાણીના પહેલા સંબંધથી જન્મેલી પુત્રી શીના બોરાની તેણે અને ખન્નાએ એક કારમાં હત્યા કરી નાખી હતી. જેને ડ્રાઈવર શ્યામવર રાય ચલાવી રહ્યો હતો અને મૃતદેહને આગલા દિવસે પાડોશી રાયગઢ જિલ્લાના એક જંગલમાં દફનાવી દેવાયો હતો.ss2kp