પુત્ર મહિનાનો થતાં કરીના કપૂરે ફરી કામ શરૂ કર્યું
મુંબઈ: કરીના કપૂર ખાન વર્કોહોલિક એક્ટ્રેસ તરીકે જાણીતી છે. પોતાના પરિવાર અને કામ વચ્ચે સંતુલન જાળવવાનું કરીનાને બખૂબી આવડે છે. કરીના કપૂર ખાન પહેલીવાર ગર્ભવતી હતી ત્યારે તેણે બેબી બંપ સાથે રેમ્પ વૉક કર્યું હતું. ત્યારે બીજી પ્રેગ્નેન્સીમાં પણ કરીના કામ કરવાનું બંધ નહોતું કર્યું. કોરોના મહામારીની વચ્ચે બેબો બીજી વખત પ્રેગ્નેન્ટ થઈ ત્યારે ડર્યા વિના અને સાવચેતી રાખીને કામ કરતી રહી. ફિલ્મના શૂટિંગથી લઈને એડ અને રેડિયો શોનું શૂટિંગ કરીનાએ કર્યું હતું. પ્રેગ્નેન્સીના છેલ્લા મહિના સુધી કરીના કામ કરી રહી હતી. હવે
તેનો દીકરો એક મહિનાનો થઈ ગયો છે ત્યારે એક્ટ્રેસ ફરીથી કામ પર પાછી ફરી છે. કરીના કપૂર અને સૈફ અલી ખાન ફેબ્રુઆરી ૨૦૨૧માં બીજીવાર પેરેન્ટ્સ બન્યા હતા. ૨૧ ફેબ્રુઆરીએ કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. હવે દીકરો એક મહિનાનો થઈ જતાં કરીના પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરા કરી રહી છે. આજે કરીના મુંબઈમાં એક સ્ટુડિયો ખાતે ફૂડ શોના એક એપિસોડનું શૂટિંગ કરવા માટે આવી હતી.
શોના ફોર્મેટ મુજબ, સેલિબ્રિટી શોમાં પોતાના સ્વજનો માટે જમવાનું તૈયાર કરતાં જાેવા મળે છે. ત્યારે આ શોના શૂટિંગ માટે કરીના સોફ્ટ પેસ્ટલ રંગના મીડી ડ્રેસમાં જાેવા મળી હતી. શર્ટ ડ્રેસમાં વચ્ચે ફેબ્રિકનો બેલ્ટ હતો. ડ્રેસમાં બ્લૂ ફ્લોરલ પેટર્ન હતી. કરીના આ લૂકમાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. સાથે જ કરીના એકદમ ફિટ પણ લાગી રહી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, આ કૂકિંગ શોનું શૂટિંગ શનિવારે રાત્રે જ નક્કી થયું હતું. શોના મેકર્સ માટે કરીના પહેલી પસંદ હતી. કરીના પણ મેટરનિટી લીવ પછી આ નવો પ્રોજેક્ટ હાથમાં લેવા ઉત્સુક હતી. આ એપિસોડનું શૂટિંગ બાંદ્રામાં જ થયું છે. કરીના પણ આ જ વિસ્તારમાં રહેતી હોવાથી તેના ઘરથી દૂર પણ નહોતું.
રિપોર્ટ મુજબ, શૂટિંગ શરૂ કરતાં પહેલા દરેક ક્રૂ મેમ્બરનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. કરીના હંમેશાથી કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવતી આવી છે. ત્યારે તેણે સોમવારે પણ શિડ્યુલ મુજબ શૂટિંગ કર્યું હતું. આ તરફ કરીના અને સૈફેનો દીકરો એક મહિનાનો થતાં રવિવારે તેના ફોઈ સબા અલી ખાને એક ક્યૂટ તસવીર શેર કરી હતી. જેમાં સૈફ નવજાત દીકરા સાથે જાેવા મળ્યો હતો.