પુત્ર ૧૮ વર્ષનો થઈ જાય એટલે પિતાની જવાબદારી પૂરી નથી થઈ જતીઃ હાઇકોર્ટ

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે મહત્ત્વની ટીપ્પણી કરતાં કહ્યું છે કે કોઈ બાપ પોતાના પુત્રના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારીમાંથી માત્ર એટલા માટે મુક્ત ન થઈ શકે કે તેનો પુત્ર ૧૮ વર્ષનો થઈ ગયો છે.
કોર્ટે કહ્યું કે પિતાએ પોતાના બાળકોને સમાજમાં તેનું જીવન પસાર કરવા લાયક બનવા સુધી તેનો નાણાકીય ખર્ચ ઉઠાવવો પડશે એટલા માટે તે પોતાના પુત્રના ભણતરનો સંપૂર્ણ ખર્ચ પોતાની પત્ની ઉપર ન નાખી શકે.
જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાના પુત્રના ભણતરના ખર્ચમાંથી એવું કહીને મુક્ત ન થઈ શકે કે તેનો પુત્ર ૧૮ વર્ષનો થઈ ગયો છે. પતિએ પોતાની પત્નીને વળતર પણ આપવું પડશે જેની પાસે બાળકો પર ખર્ચ કર્યા બાદ પોતાના માટે મુશ્કેલથી કશું ક બચે છે.
કોર્ટનો આ આદેશ તેના પહેલાંના એક આદેશ પર પુનર્વિચાર અરજી પર આવ્યો છે જેમાં અરજદારને તેનાથી અલગ થઈ ચૂકેલી પત્નીને ત્યાં સુધી પ્રતિ માસ ૧૫૦૦૦ રૂપિયા આપવાનો આદેશ અપાયો હતો જ્યાં સુધી તેનો પુત્ર ગ્રેજ્યુએશન પૂરું કરીને કમાણી કરવાનું શરૂ કરી ન દે.
આ પહેલાં એક ફેમિલી કોર્ટે આદેશ આપ્યો હતો કે પુત્રને ત્યાં સુધી ભથ્થું આપવામાં આવે જ્યાં સુધી તે સગીર ન થઈ જાય અને પુત્રીને ત્યાં સુધી ભથ્થું આપવામાં આવે જ્યાં સુધી તે નોકરી ન કરવા લાગે અથવા તેના લગ્ન ન થઈ જાય.
હાઈકોર્ટે કહ્યું કે મોટાભાગના ઘરોમાં સામાજિક-સાંસ્કૃતિક કારણોસર મહિલાઓ કામ કરી શકતી એટલા માટે તે ખુદને આર્થિક રીતે સંભાળી શકતી નથી.
જાે કે જે ઘરોમાં મહિલાઓ કામ કરે છે અને પોતાના ખર્ચ માટે પર્યાપ્ત કમાણી કરે છે ત્યાં સ્વાભાવિક રીતે એવો મતલબ નથી નીકળી જતો કે પતિ પોતાના બાળકોની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો છે. કોર્ટે કહ્યું કે બાળકોને સુવિધાઓ આપવાની જવાબદારી પિતાની પણ છે. માત્ર મા જ પોતાના બાળકોનું પાલનપોષણ અને શિક્ષણનો ખર્ચ કરે તે વ્યાજબી નથી.HS