પુમાએ ટોચની સ્પ્રીન્ટર અને ભારતીય રાષ્ટ્રીય ચેમ્પિયન દૂતી ચાંદને સાઈન કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/Dutee-Chand_Puma-1024x1024.jpg)
- એથ્લેટનું પ્રથમ એકસ્કલુસિવ બ્રાન્ડ એસોસિએશન
- ભારતમાં સ્પોર્ટસ ઈકોસિસ્ટમ્સ અંગેની પુમાની પ્રતિબધ્ધતાને વેગ મળશે
- એથ્લેટસ સ્પોર્ટીંગ જરૂરિયાતો પ્રમાણે પરફોર્મન્સ ગિયરને પુમા કસ્ટમાઈઝ કરશે
અમદાવાદ, વૈશ્વિક સ્પોર્ટસ કંપની પુમાએ ભારતનાં પ્રોફેશનલ સ્પ્રીન્ટર અને રાષ્ટ્રીય ચેમ્પિયન દૂતી ચાંદને સાઈન કરી છે. દૂતી ચાંદનું એક પ્રથમ એકસ્કલુસિવ બ્રાન્ડ એસોસિએશન છે. આ સાથે જ દૂતીએ પુમા એથ્લેટીસની પ્રભાવક લીગમાં પ્રવેશ કર્યો છે. આ યુવા સ્પ્રીન્ટર હવે જરૂરિયાત પ્રમાણે તૈયાર થયેલા પરફોર્મન્સ ગિયરથી સજ્જ થઈને પોતાનો પ્રત્યેક દિવસે વધુને વધુ ઝડપી, મજબૂત અને વધારે સારા થવાનો પ્રયાસ કરશે.
માત્ર 23 વર્ષની વયે દૂતીએ ભારતનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતમાં પ્રતિનિધિત્વ કરીને ઘણા વિક્રમો પ્રસ્થાપિત કર્યા છે. સમર ઓલ્મિપિકસમાં 100 મીટર ઈવેન્ટમાં ક્વોલિફાય થનારી દૂતી ચાંદ ત્રીજી ભારતીય મહિલા છે. વર્લ્ડ યુનિવશાર્ડ ગેમ્સમાં 100 મીટર ઈવેન્ટમાં ગોલ્ડ મેળવનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. તેણે માત્ર 11.32 સેકન્ડસમાં આ રેસ પુરી કરી હતી.
દૂતી ચાંદે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘આ મારું પ્રથમ એકસ્કલુસિવ બ્રાન્ડ એસોસિએશન છે. મને યુસેન બોલ્ટ જેવા દંતકથારૂપ વિશ્વનાં સૌથી ઝડપી એથ્લેટ સાથે કામ કરનારી કંપની સાથે જોડાતા આનંદ થાય છે. પુમા એથ્લેટસને પ્રોત્સાહિત કરે છે તે મારા માટે ખુશીની બાબત છે. પુમા સાથેનાં મારા જોડાણથી મને આનંદની લાગણી થઈ છે.’
પુમા ઈન્ડિયામાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અભિષેક ગાંગુલીએ જણાવ્યું હતું કે, ‘દૂતીની સફળતા તે ટ્રેક પરની તેની અસાધારણ એથ્લેટિક ક્ષમતાઓ અને શક્તિનું પરિણામ છે. તેણે ભારતનો સ્પોર્ટસ ઈતિહાસ તેની વિસ્ફોટક સ્ટાઈલમાં પુન: લેખિત કર્યો છે. દૂતી ચાંદ તે પુમા બ્રાન્ડને સંપૂર્ણ રીતે વ્યક્ત કરે છે. અમને દૂતી સાથે જોડાતા ઘણી ખુશી થાય છે અને તેની યાત્રામાં સહભાગી થતા આનંદ થાય છે.’
માટ જેક્સ એન્ટરટેઈનમેન્ટ, ‘સ્પોર્ટસ એન્ડ લાઈફસ્ટાઈલ એલએલપીનાં પાર્ટનર શ્રી આદિલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પુમાએ દૂતી ચાંદને સાઈન કરી તે દર્શાવે છે કે ભારતની અત્યંત ઝડપી સ્પ્રીન્ટર હવે શ્રેષ્ઠ ગિયર ધરાવતી થઈ છે. અમને પુમા અને દૂતી ચાંદનું આ જોડાણ કરાવતા આનંદ થાય છે.’