પુરમાં શરૂ થયેલો વૈશાલી અને હર્ષનો પ્રેમ સબંધ જીવનભર ભરપુર રહ્યો
“વાવાઝોડા અને પુર જેવી કુદરતી આફતની પરિસ્થિતિ ઉદભવે તો વાવાઝોડા અને પુર પહેલા, વાવાઝોડા અને પુર દરમ્યાન અને વાવાઝોડા અને પુર પછી પણ લોકોએ ઘણી સાવચેતીઓ રાખવી જરૂરી છે. વાવાઝોડા અને પુર પહેલા કોઇ પણ વ્યક્તિએ વાવાઝોડા અને પુરને લગતી ખોટી અફવા ફેલાવવી નહી. વાવાઝોડા અને પુરની પરિસ્થિતિ સર્જાય એ પહેલા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એકત્ર કરી રાખવી. ઘરના બારી-બારણા તથા છાપરાનું મજબુતી કરણ કરવું જોઇએ. શાંતિ પૂર્વક ગભરાયા વગર બધી બાબતો ધ્યાનમા રાખવી.
જો વાવાઝોડું કે પુર આવે તો વીજળી અવર-જવરના પ્રશ્નો થતા હોય તે માટે પોત-પોતાના મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા, આ માટે બેટરી થી ચાલતા રેડિયો વાપરવા. વાવાઝોડા કે પુરની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરી લેવું. સ્થળાંતર કરવા માટે સરકાર તરફથી સુચના મળે તો અવશ્ય પાલન કરવું.” તેમ વૈશાલી નામની યુવતીએ કોલેજ કેમ્પસમાં હજારો વિદ્યાર્થીઓને સમજાવી રહી છે. અન્ય વિદ્યાર્થીઓની જેમ હર્ષ નામનો યુવક પણ વૈશાલી દ્વારા આપવામાં આવતા સલાહ સુચન ધ્યાન પુર્વક સાંભળી રહ્યો છે.
હજારો વિદ્યાર્થીઓની વચ્ચે વૈશાલીની નજર હર્ષ પર પડતા તે ખુબ જ હરખાઇ જાય છે અને કહે છે કે, “જુઓ હું ક્યારે પણ કોઇની સેવા નહી કરૂ તેમ જાહેરમાં કહે તો ફરતો હર્ષ પણ આજે કુદરત્તિ આપત્તિમાં લોકોની સેવા કરવા માટે તત્પર બની ગયો છે.” આ સાંભળીને હજારો વિદ્યાર્થીઓ પણ કહે છે કે અમે પણ આપની સાથે છીએ અને જરૂરીયાતમંદ લોકોની સેવા ચોક્કસ કરીશુ. થોડીવારમાં હર્ષ વૈશાલી પાસે આવીને પ્રશ્ન કરે છે કે, વાવાઝોડા અને પુર દરમ્યાન લોકોએ શું સાવચેતી રાખવી જોઇએ ત્યારે વૈશાલીએ કહ્યુ કે, “વાવાઝોડા અને પુર દરમ્યાન જર્જરિત બિલ્ડીંગો કે મકાનો અથવા વૃક્ષ નીચે આશ્રય લેવો નહી.
વાવાઝોડા અને પુર સમયે રેલ્વે અને દરિયાઈ મુશાફરી કરવી નહિ. માછીમારો એ દરિયામાં જવું નહી અને હોડીઓને સલામત સ્થળે રાખવી. વાવાઝોડા અને પુર દરમ્યાન બહાર નીકળવાનું ટાળો. જો આ સમયે ઘર ખાલી કરવાની સુચના ન મળી હોઈ તો ઘરના મજબુત ભાગમાં આશરો શોધી અંદરજ રહેવું જોઈએ. બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળવું જોઇએ.” સમજ્યાને મિત્રો આપણે બધાએ વૈશાલી દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લેકો સુધી પહોચાડવાની છે અને લોકોને મદદરૂપ બનવાનું છે તેમ હર્ષે જણાવ્યુ.
“આપણું કામ લોકોને ફક્ત જાગૃત કરવાનું જ નથી પરંતુ તેઓને મદદરૂપ પણ બનવાનું છે. લોકોને આપણે એ પણ સમજાવવું પડશે કે વાવાઝોડા અને પુર પછી નુકશાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ કરવો નહી. જો ઘરમાં કોઈ પણ પ્રકારની નુકશાની ન થય હોય તોજ તે ઘરમાં રહેવું. બહાર નીકળતા પહેલા વાવાઝોડું કે પુર પસાર થય ચૂકયું છે હવે કોઈ જાત નો ડર નથી તો જ ઘરની બહાર નીકળવું. સ્થાનિક અધિકારીઓની સુચના મળે તેમનું અચૂક પાલન કરવું જોઈએ. ઈજા પામેલાઓને તાત્કાલિક દવાખાને ખસેડવા. ફોન નો ઉપયોગ જરૂરિયાત પુરતો જ કરવો. કપડા જરૂરી દવાઓ કીમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવેજો, વગેરેને વોટરપ્રૂફ પેકીંગમાં બાંધી સાથે રાખવા. ફર્નીચર, ઘર ઉપયોગી સાધનો વગેરેને પલંગ કે ટેબલ ઉપર ઉંચે મૂકી રાખો.
પુરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘુસે તે માટે રેતીની કોથળીઓ મૂકી ગટરો બંધ રાખવી. ઘર છોડતા પહેલા વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર અચૂક બંધ કરવા. ઘરને તાળું મારી બંધ કરો અને દર્શાવેલા માર્ગે સલામત સ્થાને પહોંચવું. લોકો અને પશુઓ સલામત આશ્રય લઇ શકે તેવા ઉંચા સ્થળે સ્થળાંતર કરવું. અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો. બાળકો ને ભૂખ્યા ના રાખવા જોઈએ તાજો રાંધેલો અથવા સુકો ખોરાક ખાવો, ખોરાકને ઢાંકીને રાખવો. આસપાસની જગ્યાએ જંતુમુકત રાખવા ચૂનો અને બ્લિચિંગ પાવડરનો છંટકાવ કરવો. આરોગ્ય વિભાગની સુચના મુજબ ઉકાળેલું જ પાણી પીવાનો અથવા પાણીને જંતુમુકત કરી પીવું જોઈએ. કલોરીનયુકત પાણી પીવું જોઈએ.
મલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઇએ” તેમ વૈશાલીએ જણાવ્યુ. ધોધમાર વરસતા વરસાદમાં વૈશાલી અને હર્ષ સહિત કોલેજના વિદ્યાર્થીઓ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરવા અને મદદરૂપ બનવા માટે કોલેજમાંથી વિવિધ ટીમો બનાવીને થોડી સાધન સામગ્રી લઇને એક સાથે નીકળે છે. આ સેવાકીય ટીમોનું નેતૃત્વ વૈશાલી અને હર્ષ કરી રહ્યા છે. લોકોને સાવચેત કરીને માર્ગદર્શન આપવા છતાં પણ પાણીના અવિરત પ્રવાહના કારણે મોટા ભાગના લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ જાય છે અને મોટી સંખ્યામાં લોકો નિરાધાર બની ગયા.
આ જોઈને હર્ષનું હૃદય દ્રવી ઉઠે છે અને તે પોતાની પાસે રહેલા તમામ પૈસા દરિદ્રનારાયણની સેવામાં અર્પણ કરી દે છે. આટલા બધા લોકોને ભોજન કઈ રીતે પહોંચાડવું અને તેના માટેની આર્થિક વ્યવસ્થાને લઈને વૈશાલી ખૂબ જ ચિંતિત હતી પરંતુ હર્ષના સમર્પણના કારણે વૈશાલીની ચિંતા દૂર થઇ જાય છે. વૈશાલી અને હર્ષ સહિત ટીમના તમામ સભ્યો દ્વારા તાત્કાલિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને જરૂરિયાત મંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. સેવાથી હંમેશા દુર રહેવા માંગતા હર્ષની સેવા અને સમર્પણ જોઈ વૈશાલી ખૂબ જ પ્રભાવિત થાય છે અને વૈશાલીના મનમાં હંમેશને માટે હર્ષ વસી જાય છે. વરસતા વરસાદમાં વૈશાલી હર્ષ સમક્ષ જીવનસાથી બનવાનો પ્રસ્તાવ મુકે છે.
“હું તારો જીવનસાથી ચોક્કસ બને પરંતુ તારે મારી એક શરતનું જીવનભર પાલન કરવું પડશે” તેમ હર્ષે કહ્યું ત્યારે વૈશાલીએ પૂછ્યું કે “વળી એવી તો કઈ શરત છે કે મારે તેનું જીવનભર પાલન કરવું પડશે?” હર્ષે હસીને જવાબ આપ્યો કે “જીવનભર તારે મારી જીવનસાથી ઉપરાંત મારી સાચી માર્ગદર્શન બનીને રહેવું પડશે.” આ સાંભળીને વૈશાલી ખડખડાટ હસવા લાગે છે અને કહે છે કે “પૂરમાં પણ આપણો પ્રેમ સંબંધ ભરપૂર છે પરંતુ હજારો દરિદ્રનારાયણ લોકોને આપણી સેવાની જરૂર છે.” થોડી પ્રેમની વાતો કરીને હર્ષ અને વૈશાલી સેવાકાર્યમાં જોડાય જાય છે અને ભોજન વ્યવસ્થા ઉપરાંત સ્થાનિક સરકારી ઓધિકારીઓ સાથે સંકલનમાં રહીને પુર અસરગ્રસ્ત લોકોને સલામત સ્થાન પર નિવાસ વ્યવસ્થા અને આરોગ્ય તપાસની જરૂરી વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. આવું સેવાકાર્ય સતત એક અઠવાડીયા સુધી ચાલે છે અને વરસાદ ઓછો થયા બાદ લોકો સલામત રીતે પોતાના ઘરે જઇ રહ્યા છે ત્યાર પછી જ વૈશાલી અને હર્ષ પોતાના ઘરે જાય છે.
એક અઠવાડીયુ સતત સાથે રહેવાના કારણે હર્ષ અને વૈશાલી ઘરે જઇને પણ એકબીજા વગર નથી રહી શકતા. રાત્રે બન્ને ફોન પર મોડા સુધી પ્રેમની વાતો કર્યા કરે છે અને વહેલી સવારમાં ઉઠીને કોલેજ પાસેની કેન્ટીનમાં મળવા માટે આવી જાય છે. “તારા વગર હવે એક દિવસ પણ રહી શકાતું નથી અને મારે હવે તને હંમેશને માટે મારા ઘરે લઇ જવી છે” તેમ હર્ષે કહ્યુ ત્યારે વૈશાલીએ શરમાઇને જણાવ્યુ કે, “મને પણ મારા ઘરે આવવાની ઉતાવળ છે.” આવી પ્રેમાળ વાતચીત પછી બન્ને ઝડપથી લગ્ન કરીને સાથે રહેવાનું નક્કી કરે છે. પુરમાં શરૂ થયેલા પ્રેમ સબંધને બન્ને પરીવારની મંજુરી મળતા હર્ષ અને વૈશાલી લગ્ન કરીને જીવનસાથી બને છે. લગ્ન પછી પણ બન્ને ભરપુર પ્રેમ કરી રહ્યા છે અને સાથે જરૂરીયાત મંદ લોકોની સેવા કરીને પુણ્યનું ભાથુ બંધી રહ્યા છે.