Western Times News

Gujarati News

પુરવઠા વિભાગની પહેલ: નિયત્રિંત વિસ્તારના ગામોમાં રાશન હોમ ડિલીવરી કરાઇ

અરવલ્લીના ભિલોડા તાલુકાના ૨૩ ગામોના ઘર-ઘર સુધી પંહોચ્યું રાશન
સાકરિયા,  કોરોના વાયરસની અરવલ્લી જિલ્લાના પાંચ તાલુકાઓમાં અસર જોવા મળી જેને લઇ ગ્રામ્ય વિસ્તાર વધુ પ્રભાવિત થતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા જેથી લોકડાઉના ચુસ્ત અમલ માટે ગામલોકોના અવર-જવર પર પ્રતિબંધ સહિત હોમ ડિલીવરી સર્વિસ સુનિશ્ચિત કરાઇ છે.

પરંતુ અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરની માર્ગદર્શનથી નિયત્રિંત વિસ્તારમાં માત્ર ખાનગી દુકાનધારકો જ નહિ ખુદ સરકારીતંત્ર પણ હોમ ડિલીવરી સર્વિસ શરૂ કરી લોકોની મુશ્કેલીમાં ઘટાડો કર્યો છે.  જેમાં ભિલોડા તાલુકાના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં આવેલા કુશાલપુર, પહાડા, આંબાબાર, ટોરડા, બાવળિયા ટોરડા, બુઢેલી,ધરાસણ, ધનસોર, કેશરપુરા, સીલાદ્રી, ટાકાટુકા, જનાલી, જનાલી ટાંડા, કરણપુર, વસાઇ, સુનોખ, મોટીબેબાર, શોભાયડા, જાબચિતરિયા, વાદિયોલ, બ્રહ્મપુરી અને લાલપુરમાં પણ સસ્તા અનાજની દુકાન દ્વારા લોકોના ઘરે ઘરે જઈને પુરવઠા વિભાગ દ્વારા કાર્ડધારકોને અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.  (તસવીર બકોર પટેલ મોડાસા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.