પુરાતત્ત્વ ખાતાની બાંધકામની મંજુરી લાવવાના બહાને છેતરપીંડી
(પ્રતિનિધિ) અમદાવાદ 05062019: અમદાવાદ શહેરમાં આવેલી ઐતિહાસિક ઈમારતોની આસપાસના વિસ્તારોમાં બાંધકામ માટે પુરાત¥વ ખાતાની મંજુરી લેવી આવશ્યક છે તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં ગેરકાયદેસર બાંધકામો થતા હોય છે જેની સામે કાર્યવાહી કરવામાં આવે છે શહેરના શાહીબાગ વિસ્તારમાં દરિયાખાન ઘુંમટની પાસે એક ઈમારત બનાવવા માટે બિલ્ડરોને પુરાતત્વ ખાતાની મંજુરી લાવી આપવાના બહાને એક શખ્સે રૂ.૭ લાખથી વધુની છેતરપીંડી આચરતા સનસનાટી મચી ગઈ છે આ અંગે માધુપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરને હેરીટેઝ સીટીમાં સ્થાન મળતા જ શહેરમાં આવેલી ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવામાં ભારે ચીવટતા રાખવામાં આવી રહી છે અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ તેનુ કડક પાલન કરવામાં આવી રહયું છે આ સમગ્ર પ્રક્રિયામાં ઐતિહાસિક ઈમારતોની આસપાસના વિસ્તારોમાં બાંધકામ માટે મંજુરી લેવી ફરજીયાત છે જેના પરિણામે બિલ્ડરો મોટાભાગે આ વિસ્તારોમાં બાંધકામ કરવાનું ટાળતા હોય છે
આ દરમિયાનમાં કનૈયાલાલ જાનકીલાલ શાહ તથા તેમના ભાગીદારોએ શાહીબાગ પોલીસ કમિશ્નર કચેરીની બાજુમાં ડોલ્ફીન કલબની સામે આવેલી જમીન ખરીદી હતી અમિત શાહ નામની વ્યક્તિઅે પાસેથી આ જમીન ખરીદી ત્યારે આ જમીન પર છ માળ બાંધવાની મંજુરી પુરાતત્વ વિભાગે આપેલી હતી તેથી આ મંજુરી સાથે બિલ્ડરો છ માળનું બાંધકામ કર્યું હતું ત્યારબાદ તેમાં સાતમો માળ બાંધવા માટે મંજુરી મેળવવાની તજવીજ શરૂ કરી હતી.
વધુ બાંધકામ માટે પુરાતત્વ વિભાગની મંજુરી મેળવવા માટે કનૈયાલાલ અને તેમના ભાગીદારોએ પ્રયાસો શરૂ કરતા જ શહેરના આસ્ટોડિયા દરવાજાની સામે આવેલા સૈયદવાડામાં રહેતા આશીફ નામના શખ્સ સાથે તેમની મુલાકાત થઈ હતી આશીફે આ કોમ્પલેક્ષમાં પા‹કગ માટે ભોયરૂ અને સાતમો માળ બાંધવા માટે પુરાતત્વ વિભાગની મંજુરી લાવી દેવાની ખાતરી આપી હતી અને આ માટે રૂપિયા આપવા પડશે તેવુ જણાવ્યું હતું બિલ્ડરોએ પુરાતત્વ વિભાગની મંજુરી મેળવવા માટે આશીફને બે હપ્તામાં કુલ ૭.રપ લાખ રૂપિયા આપ્યા હતાં આ દરમિયાનમાં આશીફે મંજુરીનો બોગસ પત્ર બિલ્ડરને આપ્યો હતો અને ત્યારબાદ બિલ્ડરોએ બાંધકામ શરૂ કર્યું હતું.
પુરાતત્વ વિભાગને આ અંગેની જાણ થતાં તાત્કાલિક આ સમગ્ર ઈમારતને સીલ મારી દીધું હતું જેના પરિણામે બિલ્ડરો પણ ચોંકી ઉઠયા હતા અને તેમણે પરમીશનનો લેટર બતાવતા જ તે બોગસ હોવાનું જણાવ્યું હતું જેના પરિણામે બિલ્ડરો પોતે છેતરાયા હોવાનું ભાન થયું હતું ત્યારબાદ આશીફ પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી પરંતુ તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેના પરિણામે કનૈયાલાલ શાહે આશીફ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા માધુપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.