પુરુષનો હાથ તૂટે કે હાડકું પરિવારનું ભરણપોષણ કરવું પડે છે: સુધાંશુ
મુંબઇ, ટીવી એક્ટર સુધાંશુ પાંડે હાલ સીરિયલ અનુપમામાં વનરાજ શાહ’નું પાત્ર ભજવી રહ્યો છે, જે ખૂબ જ સ્વાર્થી અને ખતરનાક છે. તે પોતાનો ઘમંડ સંતોષવા માટે ગમે તે હદ પાર કરવા માટે તૈયાર રહે છે.
હાલ શોમાં વનરાજે અનુજ કપાડિયાનો બિઝનેસ હડપી લીધો છે અને તેની બહેન માલવિકા સામે તે બિચારો હોવાનો ડોળ કરે છે. જેના કારણે માલવિકાના મનમાં પણ વનરાજ પ્રત્યે કૂણી લાગણી જન્મી છે. શું પુરુષો કેટલીકવાર પોતાના ફાયદા માટે આવી કહાણીનો ઉપયોગ કરે છે, તેમ પૂછતાં સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે, પુરુષો સહાનુભૂતિ મેળવવા માટે કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ કરે છે.
કારણ કે, મનુષ્યો એકસરખા છે, તે પછી સ્ત્રી હોય કે પુરુષ, તેઓ બંને તેમના ફાયદા અથવા ગેરલાભ માટે તેનો ઉપયોગ કરી શકે છે. તેથી, પુરુષો સહાનૂભુતિ મેળવવા તેનો ઉપયોગ કરે છે તે કહેવુ ખોટુ રહેશે. મહિલાઓ પણ આમ કરી શકે છે અને પુરુષો પણ.
સુધાંશુ પાંડેએ કેટલીકવાર પુરુષોનો અવાજ સાંભળવામાં ન આવતો હોવાની વાત ફરિયાદ કરી હતી. તેણે તે વાત પર પણ ભાર મૂક્યો હતો કે, પુરુષો પાસેથી તેમની લાગણીને કાબૂમાં રાખીને કામકાજ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
જેમ મહિલાઓ અથવા ગૃહિણી પાસેથી ઘર અને પરિવારની સંભાળ રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે, તેમ પુરુષો અથવા પતિ પાસેથી પણ પરિવારના ભરણપોષણની આશા રાખવામાં આવે છે. ગમે તે થાય, તેનો પગ ભાગે કે હાડકું ભારે પછી માથામાં ઈજા પહોંચે અથવા એક આંખ જતી રહે, તેમણે તેમના પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે. તેથી એક પુરુષ તરીકે તેમની પાસેથી તેઓ રડશે નહીં અથવા આંસુ નહીં વહાવે અથવા બૂમો નહીં પાડે તેવી આશા રાખવામાં આવે છે.
પુરુષો દરેક બાબતને તેમની અંદર રાખે છે, મુશ્કેલીઓ સહન કરે છે અને તેની અસર તેમના મગજ અને દિલ પર થાય છે. દુર્ભાગ્યરીતે પુરુષો આ વાત કહી શકતા નથી’, તેમ એક્ટરે કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે, ‘પુરુષો પાસે ફરિયાદ કરવાનો હક ઓછો હોય છે. પરંતુ તેમ ચોક્કસથી કહી છે, સ્ત્રી અને પુરુષ તેમ બંનેના સરખા સહયોગ વગર પરિવાર અધૂરો છે. જાે પત્નીને મહેનત ન કરે તો, પરિવાર સાથે રહેતો નથી. પરિવારના ભલાઈ માટે બંને તરફથી પ્રયાસ જરૂરી છે’.SSS