પુરુષોમાં નપુંસકતા દૂર કરવા વૈજ્ઞાનિકોએ આવો રસ્તો શોધી કાઢ્યો
પુરુષોમાં નપુંસકતા દૂર કરવા વાંદરાના સ્ટેમ સેલમાંથી તૈયાર કરવામાં આવ્યું સ્પર્મઃ રિસર્ચ
વૈજ્ઞાનિકોએ વાંદરાના સ્ટેમ સેલમાંથી સ્પર્મ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ સ્પર્મથી એગને ફર્ટિલાઈઝ કરવામાં સફળતા મળી છે. આ પ્રયોગ રિસર્સ વાંદરાઓ પર કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ કરનાર જ્યોર્જિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,
વાંદરાઓનું પ્રજનન તંત્ર એટલે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ માણસો સાથએ મળતી આવે છે. આ સ્પર્મને તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. જ્યોર્જિયા યુનિવર્સિટીના મુખ્ય રિસર્ચર ચાર્લ્સ એસ્લેનું કહેવું છે કે, આ એક મોટી શોધ છે. સ્ટેમ સેલ થેરપીથી એ પુરુષોમાં નપુસંકતાની સારવાર થઇ શકશે જેમનામાં પૂરતી સંખ્યામાં સ્પર્મ બની શકતાં નથી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પુરુષોના સ્પર્મમાં ખામી હોવાના ઘણા કારણો હોઈ શકે છે. કેન્સર ટ્રીટમેન્ટ અને ઈન્ફેક્શન પણ આ માટે જવાબદાર હોય છે. સ્તનધારીઓમાં સ્પર્મ બનાવવામાં એક મહિના કરતા વધારે સમય લાગે છે.
આ શરીરની જટિલ પ્રક્રિયાઓમાંથી એક છે. રિસર્ચરોનું કહેવું છે કે, વાંદરાઓના સ્ટેમ સેલનો પ્રયોગ કરીને લેબમાં સ્પર્મ તૈયાર કરવામાં આવ્યું, જેમાં સ્ટેમ સેલને કેમિકલ, હોર્માેન્સ અને ટેસ્ટિક્યૂલર ટિશ્યૂની મદદથી તેને સ્પર્મ સેલ્સમાં ફેરવવામાં આવ્યું. જાેકે હજુ ૧૦૦ ટકા સુધી એવું ન કહી શકાય કે આ ટેકનોલોજી પુરુષોની નપુસંકતાની સંપૂર્ણ રીત સારવાર કરી શકશે.
સ્પર્મ તૈયાર કરવામાં મળેલી સફળતા બાદ વૈજ્ઞાનિકો તેનાથી તૈયાર ભ્રૂણને માદા વાંદરામાં ઈમ્પ્લાંટ કરશે. પ્રયોગમાં એ જાેવામાં આવશે કે તેનાથી જન્મ લેનાર વાનરબાળ કેટલું સ્વસ્થ છે. સંશોધકોનું કહેવું છે કે જાે આ ટ્રાયલ સફળ થાય છે તે વાંદરાઓની સ્કિનના કોષોથી સ્પર્મને તૈયાર કરવા અંગે કામ કરવામાં આવશે અને આમાં સફળતા મળતા એક નવો વિકલ્પ તૈયાર થશે. એવું એ માટે પણ કરી શકાશે. કારણ કે માણસોમાં એમ્બ્રાયોનિક સ્ટેમ સેલ્સ નથી હોતા.