પુરૂષોએ વાપરવા જ જોઈએ આ ૫ પ્રોડક્ટ્સ ચહેરો દેખાશે ગ્લોઈંગ, પર્સનાલિટીમાં લાગશે ચાર ચાંદ
જ્યારે પણ બ્યૂટી કે બ્યૂટી પ્રોડક્ટ્સની વાત આવે ત્યારે તેનો સંબંધ માત્ર મહિલાઓથી જ છે એવું માની લેવામાં આવે છે. પણ એવું બિલ્કુલ નથી. સુંદર અને આકર્ષક દેખાવું માત્ર મહિલાઓનો જ હક નથી. અત્યારે યંગ જનરેશન પોતાના લુકને લઈને બહુ જ ધ્યાન આપે છે. હવે મહિલાઓની સાથે પુરૂષો પણ પોતાનું ધ્યાન રાખતા થયા છે, એવામાં આજે અમે પુરૂષો માટે એવા પ્રોડક્ટ્સ વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરવાથી તેમનો ચહેરો ગ્લોઈંગ બનશે, સુંદરતા વધશે અને પર્સનાલિટીમાં સારી થશે.
• માત્ર મહિલાઓએ જ નહીં પુરૂષોએ પણ યુઝ કરવા આ પ્રોડક્ટ્સ
• કેટલીક બાબતોનો ધ્યાન રાખી પુરૂષો પણ દેખાઈ શકે છે સુંદર
• આ વસ્તુ ચોક્કસથી ચહેરા પર લગાવવી
ફેસ વોશ: મોટાભાગના પુરૂષો નહાતી વખતે એક જ વાર સાબુથી ફેસ વોશ કરી લેતા હોય છે. પણ તેનાથી સ્કિનને ખૂબ જ નુકસાન થાય છે. આવું બિલ્કુલ ન કરવું. તમારી સ્કિન માટે માઈલ્ડ ફેસ વોશ યુઝ કરો અને સવારે અને રાતે ચોક્કસથી ફેસ વોશથી ફેસ વોશ કરો.
આફ્ટર શેવ બામ: પુરૂષોએ શેવ કર્યા બાદ આફ્ટર શેવ બામ અવશ્ય લગાવવું જોઈે. પછી ભલે તમે નહાવા જતા રહો. આફ્ટર શેવ બામથી સ્કિન પર રેશિઝ, કટ્સ અને ડ્રાઈનેસ થતી નથી અને સ્કિન હેલ્ધી રહે છે.
મોઈશ્ચરાઈઝર: માત્ર મહિલાઓની જ સ્કિનને હાઈડ્રેટ કરવાની જરૂર હોય છે એવું નથી. પુરૂષોની સ્કિન માટે પણ મોઈશ્ચરાઈઝર ખૂબ જ જરૂરી છે. તેનાથી સ્કિનને પોષણ મળે છે અને સ્કિન ડ્રાય થતી નથી. લાંબા સમય સુધી સ્કિન ખરાબ થતી નથી. જેથી રોજ પુરૂષોએ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ.
બીબી ક્રીમ: કોઈ ફંક્શન, ઓફિસ મીટિંગ કે પાર્ટીમાં જતાં પહેલાં પુરૂષોએ ચહેરા પર થોડી બીબી ક્રીમ લગાવવી જોઈએ. તેનાથી ચહેરાનો રંગ ઈવન લાગે છે. પિંપલ્સ અને સ્પોટ્સ દેખાતા નથી અને આકર્ષક લુક લાગે છે. તો માત્ર મહિલાઓ જ નહીં પુરૂષોએ પણ બીબી ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.
લિપ બામ: આમ તો દરેક સીઝનમાં લિપ બામનો ઉપયોગ કરવો તેનાથી લિપ સોફ્ટ, પિંક અને હાઈડ્રેટ રહે છે. પણ શિયાળામાં તો ખાસ લિપ બામ લગાવવું જોઈએ અને માત્ર મહિલાઓએ જ નહીં પણ પુરૂષોએ પણ કલરલેસ લિપ બામ વાપરવું.