પુલવામાં જીલ્લામાં જવાનોએ RDX ભરેલી કાર ઉડાવી

શ્રીનગર, દેશભરમાં કોરોનાની સ્થિતિમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પણ હાલ પોલીસ અને સુરક્ષા દળના જવાનો લોકડાઉનનો અમલ કરાવી રહ્યા છે. જા કે છેલ્લા કેટલાંક દિવસથી આ વિસ્તારમાં આતંકવાદીઓ સશ† જવાનો પર હુમલો કરતાં પરિÂસ્થતિ વિકટ બની છે.
જેના પગલે ભારતનીય જવાનો આ વિસ્તારમાં એલર્ટ બની ગયા છે અને એક પછી એક કુખ્યાત આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે રણનીતિ ઘડી રહ્યા છે. અને તેમાં સફળતા પણ મળી છે. આ દરમ્યાનમાં હવે આતંકવાદીઓ ફરી એક વખત પુલવામાં જેવા આત્મઘાતી હુમલા કરવા જેવા ષડયંત્ર રચી રહ્યા છે. પરંતુ ભારતીય જવાનોએ વિસ્ફોટકો ભરેલી કાર શોધી કાઢી તેને ઉડાવી દેતા સમગ્ર ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું છે. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં ભારતીય જવાનોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.
આ અંગેની વિગત એવી છે કે શ્રીનગરમાં છેલ્લા એક અઠવાડીયાથી આતંકવાદીઓ દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જા કે તેના જવાબમાં સશ† જવાનો વળતો હુમલો કરી રહ્યા છે. અને તેમાં કેટલાંક કુખ્યાત આતંકવાદીઓ ખાત્મો પણ બોલાવવામાં આવ્યો છે. હાલમાં પુલવામાં સહિતના વિસ્તારોમાં ભારતીય જવાનો સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.બીજી બાજુ આતંકવાદીઓ પણ ભારતમાં મોટાપાયે હુમલા કરવાની ફિરાકમાં છે. જેની સામે ભારતીય લશ્કરના જવાનોએ શ્રીનગરમાં ઠેર ઠેર સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
પુલવામાં જેવા મોટા હુમલાની ફિરાકમાં હતા આતંકવાદીઓ. સેનાએ ર૦ કિલો એક્ષપ્લોસિવ ભરેલી કાર શોધીને ઉડાવી દીધી હતી. શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામાં જેવા હુમલાને નિષ્ફળ કર્યો છે. પુલવામાં જીલ્લામાં એક વાહનમાં આઈઈડી (ઈપ્રોવાઈડ એક્સપ્લોઝીવ ડીવાઈઝ) ઝડપી લીધી છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરૂવારે સવારે આપવામાં આવી છે. સુત્રોના આધારે ન્યુઝ એજન્સીએ જણાવ્યુ હતુ કે પુલવામામાં પોલીસને મોડી રાતે માહિતી મળી કે અમુક આતંકીઓ એક વિસ્ફોટક ભરેલી કાર લઈ જઈ રહ્યા છે. તેના દ્વારા અમુક લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. તેથી સેનાએ અમુક રૂટસ તુરત જ સીલ કરી દીધા હતા.
આ દરમ્યાન જ એક શંકાસ્પદ કાર જાવા મળી હતી. તેને રોકતા અમુક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારપછી ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી ગયો. સેનાએ આ ગાડી કબજે કરી લીધી હતી. સુરક્ષા દળોએ કારની પાસે જઈને જાયું તો પાછળની સીટ પર વિસ્ફોટક ભરેલા લીલા રંગના ડ્રમ પડ્યા હતા. સુરક્ષા બળોએ સમગ્ર રાત કારની વાચ રાખી. પછીથી આસપાસના ઘરોને ખાલી કરાવી દીધા. બાદમાં વાહનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યુ હતુ.
સુત્રોના જણાવ્યાનુસાર આતંકવાદીઓનું કોઈ મોટુ કાવતરૂ હતુ. કાર પર સ્કુટરની નંબર પ્લેટ લગાડવામાં આવી હતી તેનું રજીસ્ટ્રેશન કઠુઆ જીલ્લાનું મળ્યુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસ આઇજી વિજય કુમારે કહ્યું કે આ ષડયંત્રની પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. સુરક્ષાબળોએ કેવી રીતે આતંકીઓના મંસૂબા પર પાણી ફેરવી દીધું. આઇજી વિજય કુમારે પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને છેલ્લાં એક સપ્તાહથી ઇનપુટ મળી રહ્યા હતા કે જૈસ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મળીને આત્મઘાતી હુમલાની ફિરાકમાં છે.
તેમાં આ કાર બોમ્બનો ઉપયોગ કરી રહ્યા છે. ગઇકાલે દિવસે અમારી પાસે પૂરતા પુરાવા મળી ગયા હતા. ત્યારબાદ સાંજે પુલવામા પોલીસે, સીઆરપીએફ અને સેનાએ કારને ટ્રેક કરીને કેટલીય જગ્યાએ નાકાબંધી કરી દીધી. જમ્મુ કાશ્મીર પૌલીસના આઇજી વિજય કુમારે કહ્યું કે ‘અમારી પાસે ઇનપુટ્સ હતા કે જૈશ-એ-મોહમ્મદના આતંકી આ કાર્યવાહી કરવાના હતા અને આ જંગ-એ-બદ્રના દિવસે જ કરવાના હતા. પરંતુ સેનાએ બાજ નજર રાખી અને ખૂબ જ સતર્કતા રાખી. સેનાના ઓપરેશનના લીધે તે કરી શકયા નહીં. સવારથી આ સમાચાર આવવા લાગ્યા હતા.
આદિલ ડાર જે હિઝબુલ મુઝાહિદીનો આતંકી છે, જૈશની સાથે પણ એ રહ્યો છે. જૈશના ફૌજી ભાઇ જે પાકિસ્તાની કમાન્ડર છે, ત્રણેય એ મળીને તેને અંજામ આપ્યો છે.’ આઇજીએ કહ્યું કે નાકાબંધી પાર્ટી એ ર્વોનિંગ ફાયર કર્યું ત્યારબાદ આતંકીઓએ ગાડી ઘૂમાવીને ભાગવાની કોશિષ કરી. ત્યારબાદ તેમને બીજું ર્વોનિંગ આપવામાં આવી જેમાં આતંકી અંધારામાં ચકમો આપીને ભાગી ગયા અને કાર ત્યાં જ છૂટી ગઇ. અમારી પાર્ટીએ દૂરથી જોયું અને સવાર થવાની રાહ જોઇએ. સવારે સેનાની સાથે બોમ્બ ડિફયુઝલની ટીમ ત્યાં પહોંચી અને બોમ્બની ભાળ મેળવી.