Western Times News

Gujarati News

પુલવામાના ત્રાલમાં સેનાને મોટી સફળતા, ૩ આંતકી ઠાર

પ્રતિકાત્મક

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં આતંકીની હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો હતો અને પછી આંતકી અને સેના વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે, ત્રણ મૃતદેહ મળ્યાં છે. તેમની ઓળખાણ કરવામાં આવી રહી છે. ઠાર આંતકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

જમ્મુ અને કાશ્મીરમમાં આઇએસઆઇ હુમલો કરવાનું ષંડયત્ર રચી રહ્યું હતું આઇએસઆઇ પુલવામા જેવા હુમલો કરવાની તૈયારીમાં હતું. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ બઘા આંતકી સંગઠનોની સાથે મળીને નવુ ગ્રુપ બનાવ્યું છે. જેની આગેવાની જૈશ-એ-મોહમ્મદ કરી રહ્યું છે. આ ગ્રુપનું નામ ગજનવી ફોર્સ રાખવામાં આવ્યું છે. સુત્રોના પ્રમાણે જૈશ, લશ્કર, હિઝબુલ અને અંસાર ગઝવત ઉલ હિંદનું નવું ગ્રુપ કાશ્મીરમાં સુરક્ષા દળો પર આઇઇડી હુમલો કરી શકે છે. સુરક્ષા દળો પર આતંકી ગાડીમાં આઇઇડીથી હુમલો કરી શકે છે. ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા દળો એલર્ટ પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.