પુલવામામાં આતંકી અથડામણમાં એક આતંકીનો ખાતમો, સેનાનો જવાન શહીદ
પુલવામા, જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. પુલવામાના એક ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ ૨થી ૩ આતંકીઓ છૂપાયેલા છે. છેલ્લે મળતી માહિતી મુજબ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. ઓપરેશન હજુ ચાલુ છે. આ અથડામણમાં સેના અને પોલીસનો એક-એક જવાન ઘાયલ થયા હતાં. જેમાંથી સેનાનો જવાન શહીદ થયો છે. જ્યારે એક આતંકી પણ ઠાર થયો છે.
આતંકીઓ રહેણાંક વિસ્તારમાં છૂપાયેલા છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે જ્યારે પોલીસ અને સેનાના એક એક જવાન ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ અને ૫૩ રાષ્ટ્રીય રાયફલ્સ (આરઆર) અને સીઆરપીએફની એક જોઈન્ટ ટીમે ગુસો વિસ્તારમાં એક ઘેરાબંધી કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું છે. પોલીસ અને સેનાના જવાનોએ જેવો વિસ્તાર ઘેર્યો કે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. જોઈન્ટ ટીમ દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. ત્યારબાદ અથડામણ શરૂ થઈ.
આતંકીઓ રહેણાંક વિસ્તારમાં છૂપાયેલા છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે જ્યારે પોલીસ અને સેનાના એક એક જવાન ઘાયલ થયા છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ૫ જુલાઈના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો. સીઆરપીએફના કાફલાને નિશાન બનાવીને આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ આતંકીઓએ ફાયરિંગ પણ કર્યું હતું.