પુલવામામાં સર્ચ ઓપરેશનમાં લશ્કર એ તૈયબાના ત્રણ આંતકી ઠાર, એક જવાન શહીદ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે એટલે કે શુક્રવારે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અહિયાં આપણા જવાનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે એટલે કે શુક્રવારે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અહિયાં આપણા જવાનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ભાગ્યવશ ભારતનો એક જવાન પણ આ લડાઈમાં શહીદ થયો હતો. પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ ગામમાં આંતકવાદીઓ હોવાની જાણ થતાં જ ભારતીય સુરક્ષા સેના દ્વારા પુલવામાં જિલ્લાના હાજિન ગામને ઘેરી એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જાેત જાેતમાં આતંકવાદીઓ દ્વારા સેના પર ફાયરિંગ થતાં આ અભિયાન સામ સામે ગોળીબારમાં ફેરવાઇ ગયું હતું. ભારતીય જવાનોએ આ ફાયરિંગનો મુકાબલો કરી ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
કાશ્મીરના આઇજીપી વિજય કુમારે આ ઓપેરેશન વિશેની વિગતો આપતા જણાવ્યું છે કે આ ત્રણ આંતકવાદી મૃત્યુ પામ્યા છે અને હજી પણ બીજા આતંકીઓની શોધ ખોળ ચાલુ છે. વધુમાં તેમણે જણાવ્યું કે શરૂઆતના ગોળીબારમાં જ ભારતનો એક જવાન ઘાયલ થયો હતો, જેને હોસ્પીલટલમાં લઈ ગયા બાદ તેનું મૃત્યુ થયું હતું. ત્યારવાદ જવાનોએ તેનો જવાબ આપતા તેમના ત્રણ સાથીઓને માર્યા હતા. ૨૭ જૂને આતંકીઓએ પુલવામામાં એક સ્પેશિયલ પોલીસના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું.એસપીઓ તેમની પત્ની અને તેમની દીકરીનું મોત થયું હતું.