Western Times News

Gujarati News

પુષ્કરસિંહ ધામીએ અખંડ ભારતનો વિવાદિત નક્શો શેર કર્યો હતો

દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે ૪૬ વર્ષીય પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ રાજ્યના સૌથી ઓછી ઉંમરના મુખ્યમંત્રી બની ગયા છે. રવિવારે મંત્રીમંડળના સભ્યોની સાથે તેઓએ ૧૧માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ બેબી રાની મૌર્યએ તેમને શપથ લેવડાવ્યા હતા. તેઓને આ પહેલા શનિવારે જ ભાજપના ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા.
શપથ ગ્રહણ કર્યા બાદ મુખ્યમંત્રી ધામીએ કહ્યું હતું કે યુવાઓની સમસ્યાઓને જાણુ છું કેમ કે તેમની વચ્ચે રહીને કામ કર્યું છે. કોરોનાએ તેમની રોજીરોટી છીનવી લીધી છે તેના પર કામ કરીશું. આ પહેલા તેઓએ પૂર્વ મુખ્યમંત્રીઓની સાથે પણ બેઠક યોજી હતી અને રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

અગાઉના મુખ્યમંત્રીઓની જેમ ધામી પણ વિવાદોમાં આવી ગયા છે. તેઓના શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમની એક જુની ૨૦૧૫ની ટિ્‌વટ વાઇરલ થઇ રહી છે. જેમાં તેઓએ અખંડ ભારતનો એક નક્શો શેર કર્યો હતો. જેને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ કથીત અખંડ ભારતના નક્શામાં પાકિસ્તાનના કબજા વાળો અને લદ્દાખનો કેટલોક ભાગ નહોતો દર્શાવવામાં આવ્યો.જેને પગલે લોકો હવે સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે. હાલમાં જ ટિ્‌વટર પર જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ દર્શાવવામાં આવ્યા હતા. ભારતના નક્શાને લઇને ટિ્‌વટરની ભારે ટીકા થઇ હતી, એવામાં હવે ઉત્તરાખંડના સીએમની જુની ટિ્‌વટ કાઢીને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.