પુષ્ટિકરણની રાજનીતિ બંગાળના લોકોને દુર્ગા પૂજાથી રોકે છે : વડાપ્રધાન
કોલકત્તા: ઃ પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તૈયારીને લઈને ભારતીય જનતા પાર્ટી એ કમર કસી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એકવાર ફરી બંગાળના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ હુગલીમાં કોલકત્તા મેટ્રોના વિસ્તારનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા તેમણે અહીં એક જનસભા સંબોધી છે.
પીએમ મોદીએ કહ્યુ કે, આધુનિક હાઈવે, આધુનિક રેલવે, આધુનિક એરવે, આ દેશોના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે, આ દેશોને આધુનિક બનાવવામાં મદદ કરી, ત્યાં તે એક પ્રકારથી પરિવર્તનનું મોટુ કારણ બન્યું. આપણા દેશમાં આ કામ પહેલા થવાની જરૂર હતી, પરંતુ ન થયું. તેમણે કહ્યું કે, દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ વિકાસના દરેક પાસા માટે મૂળભૂત જરૂરીયાત હોય છે,
તેથી પશ્ચિમ બંગાળમાં પણ કનેક્ટિવિટી સાથે જાેડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારત સરકારે પ્રાથમિકતા આપી છે. પીએમ મોદીએ કહ્યુ કે, પાછલા વર્ષોમાં હાઈવે, રેલવે અને વોટર વે દરેક પ્રકારની કનેક્ટિવિટી પર ફોકસ કરવામાં આવ્યું છે. બંગાળમાં પણ હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. બંગાળમાં વિજળીકરણનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. રેલવેને લઈને બંગાળમાં સંભાવનાઓના નવા દ્વાર ખુલી રહ્યાં છે. તેમણે કહ્યું કે, પૂર્વી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો મોટો લાભ પશ્ચિમ બંગાળને થવાનો છે. તેનો એક ભાગ શરૂ પણ થઈ ગયો છે, ખુબ જલદી કોરિડોર ખુલી જશે, જેનાથી બંગાળમાં પણ ઉદ્યોગો માટે અવસર બનશે.
મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે, પુષ્ટિકરણની રાજનીતિ બંગાળના લોકોને દુર્ગા પૂજાથી રોકે છે. બંગાળના લોકો પોતાની સંસ્કૃતિનું અપમાન કરનાર આવા લોકોને ક્યારેય માફ નહીં કરે. બંગાળમાં ભાજપની સરકાર બનશે તો દરેક લોકો પોતાની સંસ્કૃતિના ગુણગાન કરી શકશે. તેને કોઈ ડરાવી શકશે નહીં.
પીએમ મોદીએ કહ્યુ કે, જેટલી પણ સરકારે બંગાળમાં રહી, તેમણે આ ઐતિહાસિક ક્ષેત્રને પોતાના હાલમાં છોડી દીધુ. અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અહીંના વારસાને બેહાલ કરવામાં આવ્યો. વંદે માતરમ ભવન જ્યાં બંકિમચંદ્ર જી ૫ વર્ષ રહ્યા, કહેવાય છે કે તે ખુબ ખરાબ સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, માં માટી માનુષની વાત કરનાર લોકો બંગાળના વિકાસની સામે દીવાલ બનીને ઉભા છે. ટોલેબાજાેએ પ્રદેશનો વિકાસ રોકી રાખ્યો છે. પીએમ મોદીએ ટીએમસી પર નિશાન સાધતા કહ્યુ કે, સત્તાધારી પાર્ટીના નેતાઓની શાન-ઓ-શૌકત વધી રહી છે.