પુષ્પાનો નવો અવતાર જોઈ ફેન્સનો ગુસ્સો સાતમાં આસમાને
મુંબઈ, સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા ફિલ્મમાં પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવ્યા હતા. પરંતુ તેની તાજેતરની તસવીરોએ ચાહકોને નારાજ કર્યા છે. અર્જુન આમાં એટલો જાડો દેખાઈ રહ્યો છે અને તેના ચાહકોને આ વાત પસંદ આવી રહી નથી.
ચાહકોના પ્રેમ અને નારાજગી વિશે કંઈપણ કહી શકાય નહીં. થોડા મહિના પહેલા પુષ્પાને સિનેમાઘરોમાં જાેયા બાદ જે ચાહકોએ એક્ટર અલ્લુ અર્જુનને માથે બેસાડી તેની સ્ટાઈલની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તે આજે તેના પર બળાપો કાઢી રહ્યા છે.
કારણ છે અલ્લુ અર્જુનનો નવો લુક. અર્જુન મુંબઈમાં હતો અને ટી-શર્ટ, બ્લેક ટ્રાઉઝરમાં તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવી હતી. તસવીરોમાં અલ્લુનું વજન અને પેટ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ લુક જાેઈને ફેન્સ ગુસ્સે થઈ ગયા અને તેમને ટ્રોલ કરવા લાગ્યા.
અલ્લુની તસવીરો જાેઈને લોકોએ લખ્યું કે તે દિવસેને દિવસે જાડો થઈ રહ્યો છે. કોઈએ લખ્યું કે તે વૃદ્ધ થઈ રહ્યો છે. એકે તેમને મુંબઈના પ્રખ્યાત વડાપાવ તરીકે વર્ણવ્યા. અલ્લુ અર્જુનને જાેઈને કોઈને શ્રીલંકાના બોલર લસિથ મલિંગાની યાદ આવી ગઈ.
જાેકે ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે પુષ્પા ફિલ્મની સિક્વલમાં તેનો લુક હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં તે પુષ્પા ૨ની તૈયારીમાં વ્યસ્ત છે અને ફિલ્મની આખી ટીમ તેને પુષ્પા કરતા પણ મોટી હિટ બનાવવા માંગે છે.
અલ્લુ અર્જુન અને તેની ટીમને વિશ્વાસ છે કે પુષ્પા દરમિયાન તેમને જે પ્રેમ મળ્યો તે પુષ્પા ૨ને વધુ મોટી બનાવશે. એટલા માટે પુષ્પાની ટીમ અલ્લુને એક નવી રીતે હિન્દી દર્શકો સુધી લઈ જવાની યોજના બનાવી રહી છે. અલ્લુની ફિલ્મો હિન્દી દબમાં પહેલા માત્ર ટીવી પર આવતી હતી.
પરંતુ પુષ્પા તેની પ્રથમ થિયેટર રિલીઝ હતી. અલ્લું અર્જુને કહ્યું હતું કે, મારી પહેલી હિન્દી રિલીઝ માટે મને જે પ્રેમ મળ્યો તે અપેક્ષા કરતાં વધુ હતો. જાેકે શરૂઆતમાં મને બહુ આશા નહોતી. હાલમાં પુષ્પા ૨ ની વાર્તા પર કામ ચાલી રહ્યું છે.
તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે ભાગ ૨ માં શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદન્નાની ભૂમિકા નાની હશે. શ્રીવલ્લીના પાત્રનું ટૂંક સમયમાં મૃત્યુ થશે. પરંતુ નિર્દેશકે આ અહેવાલોને નકારી કાઢ્યા અને કહ્યું કે અત્યારે અમે બીજા ભાગની યોજના પર કામ કરી રહ્યા છીએ. કંઈ ફાઈનલ નથી.SS1MS