પુષ્પા-૨ના રાઈટ માટે પ્રોડક્શન હાઉસે ૪૦૦ કરોડની ઓફર કરી

નવી દિલ્હી, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ આખા દેશમાં ધૂમ મચાવી હતી. પુષ્પાનો આ પહેલો પાર્ટ હતો.અલ્લુ અર્જુન હવે આ ફિલ્મથી આખા દેશમાં ફેમસ થઈ ગયો છે.
હવે પુષ્પાના બીજા પાર્ટ માટે રાહ જાેવાઈ રહ્યા છે ત્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે એક મોટા કોર્પોરેટર પ્રોડક્શન હાઉસે પુષ્પાના નિર્માતાઓેને પાર્ટ ટુ માટે દરેક ભાષામાં ફિલ્મ રિલિઝ કરવાના રાઈટ માટે ૪૦૦ કરોડ રુપિયાની ઓફર કરી છે.જેમાં ઓટીટી અને સેટેલાઈટ રાઈટસ તો સામેલ પણ નથી.આમ છતા મેકર્સ આ ઓફર સ્વીકારે નહીં તેવી સંભાવના છે. પુષ્પાના બીજા પાર્ટ માટે આ પ્રકારની ઓફર અત્યારથી જ થઈ રહી છે.
જે બતાવેવ છે કે, આ ફિલ્મનો માર્કેટમાં કેવો પ્રભાવ છે.પુષ્પા ટુ તો રિલિઝ પહેલા જ હિટ મનાઈ રહી છે. પાર્ટ વનની વાત કરવામાં આવે તો કોરોના કાળમાં પણ તેના હિન્દી વર્ઝને ૧૦૦ કરોડ રુપિયા કરતા વધારે કમાણી કરી હતી.SSS