‘પુષ્પા ૨’ની વાઈલ્ડ ફાયરનો મુકાબલો કરવા ‘બૅબી જોહ્ન’ની ટીમ તૈયાર
અલ્લુ અર્જુને ડાયરેક્ટર એટલી અને વરુણ ધવનને શુભેચ્છા આપી
આ ફિલ્મમાં વરુણ ધવન સાથે વામિકા ગબ્બી અને કીર્થી સુરેશ પણ મહત્વના રોલમાં છે, તેમજ સલમાન ખાન પણ મહેમાન કલાકાર તરીકે જોવા મળશે
મુંબઈ,
એક તરફ ‘પુષ્પા ૨’ હાલ સમગ્ર દેશમાં છવાયેલી છે, રિલીઝના ત્રણ અઠવાડિયે પણ ફિલ્મ સ્થિર ગતિએ આગળ વધી રહી છે અને કમાણીના નવા નવા રેકોર્ડ તોડી રહી છે, ત્યારે કોઈ પણ ફિલ્મ મેકર પોતાની ફિલ્મ રિલીઝ કરતાં પહેલાં વિચાર કરે. ત્યારે હવે એટલી પોતાની ફિલ્મ ‘બૅબી જોહ્મ’ રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે. વરુણ ધવનની આ એક્શન ફિલ્મ ક્રિસમસ વખતે રિલીઝ થઈ રહી છે. જોકે, ‘પુષ્પા ૨’ હજુ પણ બોક્સ ઓફિસ પર જામેલી હોવાથી ‘બૅબી જોહ્ને’ તેની સાથે ટક્કર લેવી પડશે. ‘પુષ્પા ૨’ ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને અત્યાર સુધીમાં લગભગ ૧૪૦૦ કરોડની કમાણી કરી ચૂકી છે. છતાં એટલીને વિશ્વાસ છે કે એની ફિલ્મ સારી જ ચાલશે.તાજેતરમાં તેની ફિલ્મના પ્રમોશન માટે મુંબઈ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં એટલીએ તેને પોતાની ફિલ્મ રિલીઝ કરવાનો ડર નથી.
એ બાબતે સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું,“આ તો સહજ છે. હું અને અલ્લુ અર્જુન સર બહુ સારા મિત્રો છીએ. અમારી ફિલ્મ એમની ફિલ્મ પછી ચાર અઠવાડિયે રિલીઝ કરી રહ્યાં છીએ. તેથી આ કોઈ ટક્કર ન થઈ કહેવાય. તેથી કોઈ સમસ્યા છે જ નહીં. અમને ખબર છે કે પુષ્પા ઓગસ્ટના બદલે ડિસેમ્બરમાં રિલીઝ થઈ છે અને અમે અમારી રિલીઝ ક્રિસમસ વખતે પ્લાન કરી હતી. અમે બધાં જ પ્રોફેશનલ છીએ અને બધી પરિસ્થિતિ સાથે કામ લેવાનું જાણીએ છીએ.” આગળ એટલીએ કહ્યું, “અલ્લુ અર્જુન સરે મને મારી ફિલ્મ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને વરુણ સાથે પણ વાત કરી હતી. આ તંત્રમાં સારી મિત્રતા અને સહજ પ્રેમભાવ છે.”આ ફિલ્મમાં વરુણ ધવન સાથે વામિકા ગબ્બી અને કીર્થી સુરેશ પણ મહત્વના રોલમાં છે. તેમજ સલમાન ખાન પણ મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. એટલીની આ ફિલ્મ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થશે.ss1