પૂંજા વંશને ૭ દિવસ માટે કરાયા સસ્પેન્ડ, કોંગ્રેસે વોકઆઉટ કર્યુ
(પ્રતિનિધિ) ગાંધીનગર, હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સત્રના ત્રીજા દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિનસંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા ગૃહમાં સતત દસ મિનિટ સુધી હોબાળો કર્યો હતો જેનાબાદ પૂંજા વંશ ને ગૃહમાંથી સાત દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પૂંજા વંશ ને સસ્પેન્ડ કરતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર નો ત્રીજા દિવસ આક્રમક બની રહ્યો હતો આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિજ મકવાણાએ પ્રશ્નોનો જવાબ ન મળતો હોવાથી વિરોધ કર્યો હતો તેના બાદ તેઓ બેઠક છોડી ને નીચે બેસી ગયા હતા આવામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ દખલગીરી કરતા કહ્યું હતું કે આવી દાદાગીરી નહીં ચાલે આ મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો આવામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિનસંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો.
સંસદીય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પુંજા વંશની સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી આ બાદ વિધાનસભાના અધ્યક્ષે પૂજા વંશને પોતાના શબ્દો પરત ખેંચવા કહ્યું હતું પોતાના શબ્દો પરત ખેંચવા પુંજા વંશને કહયું હતું કે ગૃહરાજ્યમંત્રી ની બોડી લેંગ્વેજ તેમની ભાષા શોભે તેમ નથી આ મામલે ગૃહમાં સતત ૧૦ મિનિટ સુધી હોબાળો થયો હતો જેના બાદ ગૃહ રાજ્યમંત્રી ને સાંસદીય શબ્દો કહેવા બદલ ધારાસભ્ય પુંજા વંશ ને સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસે હોબાળો કરીને વોકઆઉટ કર્યુ હતું.