પૂજાએ દારુની લત છોડવાની ચોથી એનિવર્સરી ઉજવી
મુંબઈ: બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ અને ફિલ્મ પ્રોડ્યૂસર પૂજા ભટ્ટે બુધવારે દારુની લત છોડવાની ચોથી એનિવર્સરી ઉજવી હતી. આ તકે તેણે કહ્યું હતું કે, તે જીવનનો આભાર માને છે. જેણે આ લત છોડવાની તાકાત આપી હતી. પૂજા ભટ્ટે પોતાની વાત ટ્વીટરની મદદથી લોકો સમક્ષ મૂકી હતી.
તેણે ટ્વીટર પર એક ગુલાબી આકાશની તસવીર શૅર કરી હતી અને જીવનની ખાસ વાત કહી હતી. નોંધનીય છે કે પૂજા ભટ્ટ આ પહેલા પણ શરાબ વિશે સ્પષ્ટ વાત મૂકી ચૂકી છે. તેણે કહ્યું હતું કે તે આ લતને છોડવા ઈચ્છે છે અને તેણે પોતે જ સ્વીકાર્યું હતું કે તેને શરાબની લત લાગી ગઈ છે અને તે પોતે જ આ વાતનો સ્વીકાર કરે છે.
આ પહેલા સપ્ટેમ્બરમાં પૂજા ભટ્ટે દારુની લત છોડવા વિશે ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે લોકો ખુલ્લેઆમ દારુ પીતા હોય છે અને હું મારી વાત કહી રહી છું. દારુ એ એક પ્રકારની દવા છે અને મેં મારી રીતે જ આ દવા પસંદ કરી હતી.
સમાજ તેને સ્વીકાર કરતો નથી એનો મતલબ એ નહીં કે હું ન કરું. આવા જ અનેક બહાના મેં કાઢ્યા હતાં. પરંતુ અંતે એ સમય આવ્યો જ્યારે મેં દારુ પીવાનું બંધ કર્યું. પૂજા ભટ્ટે પોતાની વાત કહેવા માટે ટ્વીટરની મદદ લીધી હતી.
તેણે ગુલાબી આકાશની તસવીર શૅર કરતા કહ્યું કે જૂની જીવનશૈલી ત્યાગવાની એનિવર્સરી છે. જ્યારે તે શહેરના બારમાં સમય પસાર કરતી હતી.
તેણે ટ્વીટ કર્યું કે સંયમના આજે ચાર વર્ષ થઈ ગયા. આ પહેલા ગુલાબી શેમ્પેઈન, માલ્ટ અને શહેરની ભીડ થતી હતી. હવે આ ગુલાબી રસ્તો અને શહેરથી દૂર એકાંત રસ્તો છે. આ કેટલી સમૃદ્ધ કરવાની અને તીવ્ર યાત્રા છે. પૂજા ભટ્ટે એ પણ ઉમેર્યુ કે જીવન અને અલૌકિક શક્તિઓ પ્રત્યે આભાર જેમણે મારા પર નજર રાખી અને નબળાઈઓ પ્રત્યે મજબૂત બનાવી.