પૂજારા પિતાની આંગળી પકડી ક્રિકેટ શીખ્યો હતો

રાજકોટ, ૨૫ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ ચેતેશ્વર પૂજારા નો જન્મ રાજકોટમાં થયો હતો. રાજકોટમાં જન્મેલા ચેતેશ્વર પૂજારાના માતાનું નાની ઉંમરે અવસાન થયું હતું અને ત્યાર બાદ તેમની દરેક સંભાળ તેમના પિતા અરવિંદભાઇ પૂજારાએ કરી હતી. તેમના પિતા અરવિંદભાઈ પુજારા પણ પોતે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના ખેલાડી હતા અને તેઓને પણ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. ચેતેશ્વર પૂજારાનું હુલામણું નામ છે ચીંટુ. અને ચીંટુને નાનપણથી ક્રિકેટ પ્રત્યે લગાવ હતો અને તે માટે તેમના પિતાએ તેમને પૂરતો સાથ અને સહયોગ આપ્યો હતો. વર્ષ ૨૦૦૫ માં ચેતેશ્વર પૂજારા ડોમેસ્ટિક ક્રિકેટ એટલે રણજી ટીમમાં સૌરાષ્ટ્ર ટીમમાં પસંદગી પામ્યા હતા અને તેમાં સારા પરફોર્મન્સના કારણે ૫ વર્ષની મહેનત બાદ વર્ષ ૨૦૧૦ માં તેઓનું ભારતીય ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
૯ ઓક્ટોબર ૨૦૧૦ ના રોજ તેઓ ભારતીય ટીમમાં પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમ્યા હતા અને ત્યારથી પોતાની ભારતીય ટીમ સાથે નવા કરિયરની શરૂઆત કરી હતી. ભારતીય ટીમ સાથે ૧૦ વર્ષ પૂર્ણ થતા મેમરી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી અને બધાનો આભાર માન્યો હતો. એટલું જ નહીં આ ઉપરાંત તાજેરમાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારતને મળેલ જીતમાં ચેતેશ્વર પૂજારનો સિંહ ફાળો માનવામાં આવી રહ્યો છે. ચેતેશ્વર પુજારા એ પિતાની નજર હેઠળ મહેનત કરી એમના આશીર્વાદથી આજે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પ્લેટફોર્મ સુધી પહોંચી પરિવારનું શહેરનું અને દેશનું નામ રોશન કરીશ.
ચેતેશ્વર પૂજારા અત્યાર સુધી કુલ ૭૯ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. જેમની અંદર તેઓએ ૪૮.૨૨ ના રનરેટ થી કુલ ૬૦૩૦ રન બનાવ્યા છે. પૂજારાએ પોતાના ટેસ્ટ કરિયર દરમિયાન વર્ષ ૨૦૧૨માં ઇંગ્લેન્ડ સામે હાઈએસ્ટ અણનમ રહી ૨૦૬ રન બનાવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ તેઓ ૧૮ સેન્ચ્યુરી અને ૨૭ હાફ સેન્ચુરી લગાવી ચૂક્યા છે. પુજારાએ તેની ૧૩૪મી ઇનિંગમાં ૬૦૦૦ રન પૂરા કર્યા છે. પૂજારા ભારત માટે સૌથી ઝડપી ૬૦૦૦ ટેસ્ટ રન બનાવવાની દ્રષ્ટિએ, છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે.
આ કેસમાં તેણે પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. અઝહરુદ્દીને ૧૪૩ ઇનિંગ્સમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૧૦ વર્ષ પહેલા બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ થી પોતાના કરિયર ની શરૂઆત કરનાર પૂજારાએ, તેની કારકિર્દીની ૧૮ મી ઇનિંગમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. એ જ રીતે ૨૦૦૦ રન ૪૬ ઇનિંગ્સમાં, ૩૦૦૦ રન ૬૭ ઇનિંગ્સમાં, ૪૦૦૦ રન ૮૪ ઇનિંગ્સમાં, ૫૦૦૦ રન ૧૦૮ અને ૧૩૪ ઇનિંગ્સમાં ૬૦૦૦ રન પૂરા કર્યા છે.SSS