પૂજા બત્રાએ લગ્નની પહેલી વર્ષગાંઠ પર શૅર કરી અનસીન તસવીરો
મુંબઈ: બોલિવુડ અભિનેત્રી પૂજા બત્રા અને નવાબ શાહના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. બન્ને કલાકારોએ ગયા વર્ષે જુલાઈમાં લગ્ન કર્યા હતા. જેમાં પરિવાર અને ખાસ મિત્રો સામેલ થયા હતા. એવામાં પૂજા બત્રા અને નવાબ શાહે પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ લાકડાઉનમાં ઉજવી. આ ખાસ અવસરે પૂજા બત્રાએ લગ્ન સાથે જાડાયેલી કેટલીક અનસીન તસવીરો શૅર કરી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે, સાથે જ ચાહકો પણ આ તસવીરો પર કોમેન્ટ્સ કરી રહ્યા છે.
પૂજા બત્રાની આ તસવીરમાં નવાબ શાહ અને અભિનેત્રી લગ્નના વ†ોમાં દેખાય છે. તો, સાથે જ બન્ને કલાકારોએ મમ્મી-પપ્પા પણ દેખાય છે. પોતાની પહેલી તસવીરમાં પૂજા પિન્ક ગાઉનમાં દેખાય છે તો નવાબ શાહ બ્રાઉન બ્લેઝર અને જીન્સમાં જાવા મળે છે. તો, અન્ય તસવીરોમાં જ્યાં પૂજા બત્રા ગ્રીન અને આૅરેન્જ સાડીમાં દેખાય છે તો નવાબ શાહ કુર્તા સાથે પાયજામો પહેરેલા જાવા મળે છે. તેની પોસ્ટ પર કેટલાય ફિલ્મી અને ટીવી કલાકારોએ પણ વર્ષગાંઠની વધામણી આપી છે.
જણાવવાનું કે પૂજા બત્રાએ પોતાના એક્ટિંગ કરિઅર દરમિયાન ‘વિશ્વ વિધાતા’, ‘કહીં પ્યાર ના હો જાએ’, ‘જાડી નંબર વન’, ‘વિરાસત’, ‘ભાઈ’ અને ‘નાયક’ જેવી કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટ્રેસ છેલ્લે વર્ષ ૨૦૧૭માં આવેલી ફિલ્મ મિરર ગેમમાં જાવા મળી હતી. તો નવાબ શાહ ‘અબ તક મુસાફિર’, ‘લક્ષ્ય’, ‘ડાન-૨’, ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘દિલવાલે’ જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. નવાબ શાહ પહેલા પૂજા બત્રાએ ૨૦૦૨માં આૅર્થાેપેડીક સર્જન સોનૂ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા, જા કે આ બન્નેના લગ્ન સફળ ન થયા અને આ બન્ને ૨૦૧૧માં અલગ થઈ ગયા.