પૂણેની સીરમ ઈન્સ્ટીટ્યુટનાં બિલ્ડિંગમાં ભીષણ આગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/Sirum11-1024x683.jpg)
પૂણે, દેશમાં કોરોના રસી બનાવી રહેલી મુખ્ય કંપનીઓ પૈકી એક એવી પૂણેની સીરમ ઈન્સ્ટીટ્યુટમાં આજે મોટી આગ લાગવાનો બનાવ બન્યો છે. આ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ૧૪ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણ લોકોને આગમાંથી બચાવવામાં આવ્યા હતાં.
જાેકે, જાે બિલ્ડિંગમાં આગ લાગી છે તે નવી બની રહેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે કોરોના વેક્સીન બનાવનારી અને તેને સ્ટોર કરવા માટેની બિલ્ડીંગ તેનાથી દૂર આવેલી છે.