પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમા ગણેશ વિસર્જનના દિવસે તમામ દુકાનો બંધ રહેશે

પૂણે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, ૧૯ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનો બંધ રહેશે. જ્યારે રેસ્ટોરા અને હોટલ્સ ખુલ્લી રહેશે. જાે કે, આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવશે.
કોરોના મહામારીને જાેતા મહારાષ્ટ્ર સરકારે ગણેશ વિસર્જન પર આ ર્નિણય લીધો છે. કોરોનાની ત્રીજી લહેરને જાેતા તબીબોએ તહેવારોની સિઝનમાં ભીડ ન વધારવા કહ્યું છે. આથી રાજ્ય સરકારે સાવચેતી રાખીને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે કરવા અપીલ કરી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજીત પવારે પણ કહ્યું છે કે, રેસ્ટોરા અને હોટલ ખુલ્લા રહેશે. લોકડાઉન પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક રહેશે. ૧૦ દિવસનો ગણેશ ચતુર્થીનો તહેવાર, જેમાં સામાન્ય રીતે લાખો લોકો શહેરના રસ્તાઓ પર ઉમટી પડે છે. કોરોના મહામારીની ત્રીજી લહેરને જાેતા મહારાષ્ટ્રમાં ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે.
સમુદાયના પંડાલોમાં ભક્તોનો ધસારો ઘટાડવા માટે ઘણા મંડળોએ તેમના અધિકારીઓ દ્વારા તેમની મૂર્તિઓના ઓનલાઈન ‘દર્શન’ અથવા ટેલિકાસ્ટની વ્યવસ્થા કરી છે. સરકારે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે લોકોને અપીલ કરી છે.
આ અગાઉ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, લોકોનું સ્વાસ્થ્ય કોઈપણ તહેવાર કરતાં વધુ મહત્વનું છે અને નાગરિકોને કોરોનાવાયરસના તમામ નિયમોનું પાલન કરવા કહ્યું હતું.
મુંબઈમાં પોલીસે કલમ ૧૪૪ હેઠળ ૧૦ થી ૧૯ સપ્ટેમ્બર વચ્ચે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ સમય દરમિયાન શહેરમાં કોઈપણ પ્રકારની શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવશે નહીં અને ભક્તોને ગણેશ પંડાલોમાં પણ જવા દેવામાં આવશે નહીં, જ્યારે ગૃહ વિભાગે પંડાલોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર બહાર પાડ્યો છે, ભગવાન ગણેશની મૂર્તિઓની ઉંચાઈ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.HS