પૂત્ર જન્મદિવસની અનોખી ઉજવણી: માસ્ક સેનેટાઈઝરનું વિતરણ કર્યુ

પૂત્ર જન્મદિવસની અનોખી ઉજવણી કરતા મડાણા (ગઢ) ગામના રહીશ જગદીશભાઈ ત્રિવેદી
“જનની જણજે તો ભક્ત જણજે, કાં દાતા કાં શૂર, નહીંતર રહેજે વાંઝણી તારું મત ગુમાવીશ નૂર”
ઉપરની કાવ્ય પંક્તિને સાર્થક કરતાં તેમજ બાળકોના હિતચિંતક એવા મડાણા(ગઢ) પગાર કેન્દ્ર શાળાના શાળા વ્યવસ્થાપક સમિતિના સભ્ય એવા શ્રી જગદીશભાઈ ત્રિવેદી કોરોનાની મહામારી પછી શરૂ થતી શાળાઓના પ્રથમ દિવસે એટલે કે તા.૧૮-૦૨-૨૦૨૧ ના રોજ પોતાના પુત્ર યુવરાજ ના જન્મદિવસની ઉજવણી રૂપે શાળાના ધોરણઃ ૧ થી ૮ ના તમામ બાળકોને કોરોનાથી રક્ષણ મળે તે માટે માસ્ક, સેનેટાઈઝર માટેના સ્પ્રે તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરી ઉમદા કાર્ય કરેલ છે.
અન્યો માટે તે ખરેખર પ્રેરણાદાયક છે. શ્રી જગદીશભાઈ ત્રિવેદી તેમજ તેમના પરિવારના ઉત્તમ વિચારો પ્રેરણાદાયી છે. તેઓને શાળાના તમામ સ્ટાફ વતીથી શાળાના શિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ રાઠોડે તેમનો અને તેમના પરિવારનો આભાર પ્રગટ કર્યો છે.