પૂનમ કૌશિકને WTIનો સન્માનનીય એવોર્ડ મળ્યો
અમદાવાદ, નીતિ આયોગ દ્વારા આયોજિત વિમેન ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (ડબલ્યુટીઆઈ) એવોર્ડસ ૨૦૨૨નાં ૭૫ વિજેતાઓમાં અમદાવાદનાં મિટીયોરીક બાયોફાર્માસ્યુટિકલ્સ પ્રા. લિ.નાં ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર પુનમ જી કૌશિકને સન્માવવામાં આવ્યા છે. તેમને બાયોફાર્માસ્યુટિકલ્સનાં ક્ષેત્રમાં અનોખા પ્રદાન બદલ સન્માવવામાં આવ્યા હતાં.
૧૭ વર્ષની વયે કારર્કીદીની શરૂઆત કરનાર પુનમ કૌશિક બહુવિધ પ્રતિભા ધરાવતા બિઝનેસ વુમન અને મિટીયોરીક બાયોફાર્માસ્યુટિકલ્સ પ્રા. લિ.ના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર છે. મિટીયોરીકમાં તેઓ કોર્પોરેટ અફેર્સ, હ્યુમન રિસોર્સીઝ, માર્કેટીંગ, પબ્લીક રિલેશન્સ અને સીએસઆર સંભાળે છે.
પુનમ જી કૌશિક સીઆઈઆઈનાં સક્રિય સભ્ય છે અને છેલ્લા ચાર વર્ષથી સીઆઈઆઇ ઈન્ડિયા વિમેન નેટવર્ક ગુજરાત ચેપ્ટરને ચેર કરે છે. સોશિયલ ઈમ્પેક્ટ, ઈન્ડસ્ટ્રી એકેડેમી અને એમએસએમઈની સીઆઈઆઈ ટાસ્ક ફોર્સના સક્રિય સભ્ય છે. તેઓ વિશ્વનીલ ફાઉન્ડેશનનાં ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી છે. ભારતની આઝાદીની ૭૫ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે ડબલ્યુટીઆઈ એવોર્ડઝ ૭૫ વિમેન એચિવર્સને ‘સશક્ત ઓર સમર્થ ભારત’ માટે પ્રદાન કરવામાં આવ્યા હતાં.
આ એવોર્ડ સમારંભ મહિલા ઉદ્યોગ સાહસિકોની વિવિધ ક્ષેત્રોમાં રહેલી પ્રતિભાને સન્માવવા પ્રદાન કરવામાં આવ્યા હતાં. તેમના નોમિનેશનને આધારે સર્ચ અને સિલેકટ કમિટીએ તેમનું શોર્ટ લિસ્ટીંગ કર્યું હતું.
નીતિ આયોગનાં સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, ડબલ્યુટીઆઈ એવોર્ડઝ મહિલાઓનાં ઉદાહરણરૂપ અને અનોખા કાર્યના ગતિશિલ પ્રયાસોને વ્યક્ત કરે છે. આ વિજેતાઓએ સમાન ભારતનું ઉદાહરણ પોતાના નેતૃત્વ દ્વારા પુરુ પાડ્યું છે.SSS