પૂનમ પાંડે હોસ્પિટલમાં દાખલ, પતિની પોલીસે ધરપકડ કરી
મુંબઇ, અભિનેત્રી પૂનમ પાંડે વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. ૮ નવેમ્બરે, પૂનમ પાંડેએ તેના પતિ સેમ બોમ્બે વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવ્યા પછી મુંબઈ પોલીસે સેમની ધરપકડ કરી હતી. પૂનમ પાંડે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.
આપને જણાવી દઇએ કે, મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેનાં પતિ સેમ બોમ્બેની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. પૂનમે તેના પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પોલીસે સોમવારે સાંજે સેમની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે, ફરિયાદ નોંધાયા બાદ પૂનમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ પોલીસે કહ્યું કે, ‘સેમ બોમ્બે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રીને તેના માથા, આંખો અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે.પૂનમ અને સેમ વચ્ચેનાં ઝઘડા વિશે વધુ જાણી શકાયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પહેલા પણ પૂનમ પાંડેએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગોવામાં તેના પતિ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. પૂનમ પાંડેએ લગ્નનાં થોડા દિવસો બાદ જ આ ફરિયાદ નોંધાવી હતી. ખાસ વાત એ છે કે લગ્ન પહેલા પૂનમ અને સેમ લિવ-ઈન રિલેશનશિપમાં પણ હતા. તે સમયે પૂનમ પાંડેએ સેમ બોમ્બે પર છેડતી, ધમકી અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ બીજા જ દિવસે તેને જામીન મળી ગયા હતા. તે સમયે પૂનમે કહ્યું હતું કે તે આ લગ્નનો અંત લાવવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, પૂનમ અને સેમનાં લગ્ન ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦નાં રોજ થયા હતા. બન્નેએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ફેન્સને આ લગ્નની જાણકારી આપી હતી. લગ્ન પહેલા સેમ અને પૂનમ લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા હતા.
પૂનમ પાંડે અને સેમ લગ્ન પહેલા ૨ વર્ષ લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા હતા. આવી સ્થિતિમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, લગ્ન પહેલા પણ સેમ તેને મારતો હતો, પરંતુ તેને લાગ્યું કે લગ્ન પછી બધું બરાબર થઈ જશે. લગ્નનાં થોડા દિવસો બાદ બન્ને વચ્ચે અણબનાવનાં સમાચાર આવવા લાગ્યા અને હવે ફરી એકવાર પૂનમ પાંડેએ તેના પતિ વિરુદ્ધ મારપીટનો કેસ નોંધાવ્યો છે.HS