Western Times News

Gujarati News

પૂરના પાણી ભરૂચની પૂર્વ પટ્ટીના ગામોમાં ફરી વળતા ખેડૂતોના પાકને નુકશાન

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ) નર્મદા ડેમ ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યો છે અને ઓવરફ્‌લો થવામાં હવે થોડીજ સપાટી બાકી રહી છે.ત્યારે ભરૂચ શહેર અને જીલ્લાના ૪૦ થી વધુ ગામોમાં પાણી ઘુસી રહ્યા છે અને ડેમ ઓવરફલો થાય તે પહેલાની પરિસ્થિતિમાં જ ભરૂચ-નર્મદા જીલ્લાના ૧૪૪ ગામો ના છ હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા છે.તો બીજી બાજુ ભરૂચ ની પૂર્વ પટ્ટી પરના ગામો માં પૂર ના પાણી ફરી વળતા નુકશાન થવા પામ્યું છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્‌લો થવાની તૈયારીમાં છે.ત્યારે ગુજરાત સરકાર તેની ઉજવણીની તૈયારી કરી રહી છે.તો બીજી બાજુ જો નર્મદા ડેમ ઓવરફ્‌લો થાય તો નર્મદાના કાંઠે આવેલ મધ્યપ્રદેશ અને ગુજરાત નામ ૨૫૦ જેટલા ગામોમાં નર્મદાના પુરના પાણી ફરવાની ગંભીર દહેશત પ્રવર્તી રહી છે.તેને લઇને હવે તંત્ર એકદમ હાઈએલર્ટ પર આવી ગયું છે.

હાલમાં નર્મદા ડેમ ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યો છે અને ઓવરફ્‌લો થવામાં હવે થોડીજ સપાટી બાકી રહી છે.ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના ૪૦ થી વધુ ગામોમાં પાણી ઘુસી રહ્યા છે ડેમ ઓવરફલો થાય તે પહેલાની પરિસ્થિતિમાં જ ભરૂચ-નર્મદા જિલ્લાના ૧૪૪ ગામો ના છ હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા છે.ત્યારે ઓવરફલો થવામાં હવે માત્ર થોડોજ બાકી રહીયો છે.જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે તેથી માં નર્મદા નું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ખાસ કરીને નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના વિસ્તારોમાં સંકટ ઊભું થયું છે.

પૂર ના કારણે ભરૂચ ના કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ઘુસી ગયા છે.જેને પગલે લોકો હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.તેને લઈને લોકોને જમવાની અને રહેવાની મુશ્કેલીઓ પડી રહી છે.નર્મદા ડેમ ઓવરફ્‌લો થાય તો તેની સીધી અસર ભરૂચ જીલ્લાના ગામડાઓ પર પડી રહી છે અને ગ્રામજનોને સ્થળ સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.જેને પગલે ભરૂચ અને નર્મદા જીલ્લાના ૧૪૪ ગામો પર સંકટ સર્જાયું છે.ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામડાઓ માંથી અત્યાર સુધીમાં છ હજારથી વધુ લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ભરૂચ ના પૂર્વ પટ્ટી પર આવેલા એવા નિલકંઠેશ્વર ઘાટ થી લઈને કબીરવડ,નીકોરા ડેલા બેટ સુધીના તમામ ગામો બેટ માં ફેરવાયા છે અને ખેતરો માં પણ પાણી ભરાઈ જતા લોકો તેઓ ના ઉભા પાક ને બચાવી રહ્યા છે.તો કેટલાક ખેડૂતો ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

હાલની પરિસ્થિતિમાં ચોમાસાની સીઝન પૂર્ણ થાય ત્યા સુધી ડેમ ઓવરફલો થયો રહે તો નર્મદા-ભરૂચ અને વડોદરા જીલ્લાના ૧૪૪ અને મધ્યપ્રદેશની પુનઃવસવાટ એજન્સીની બોટો હાલ કિનારાના ગામો ને નુકસાન ન થાય તે માટે કેવડિયા ખાતે પેટ્રોલિંગ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.