પૂર્વોત્તર ભારત સહિત દેશના રાજ્યોમાં વરસાદ થઈ શકે છે

Files Photo
નવીદિલ્હી: પૂર્વોત્તર ભારત અને અંડમાન અને નિકોબાર દ્વીપ ગ્રુપ પર હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અને કેટલાક સ્થાનો પર ભારે વરસાદ થઈ શકે છે. કેરળ, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા, પૂર્વ તથા દક્ષિણ મધ્ય પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુના કેટલાક ભાગોમાં તથા તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો તથા એક અથવા ૨ મધ્યમ વરસાદ થઈ શકે છે. પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્રમાં છુટક છવાઈ અમી વર્ષા થઈ શકે છે.
હવામાન વિભાહે મુંબઈ સહિત અનેય રાજ્યોના અન્ય સપાટીના વિસ્તારોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોઈ પણ દુર્ઘટનાને પહોંચી વળવા માટે રાજ્ય પ્રશાસનને એલર્ટ રહેવા આદેશ સોમવારે આપ્યો હતો.
મુંબઈના ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્ર (આરએમસી)એ ટ્વીટ કર્યુ, ક્ષેત્રમાં આવનારા ૫ દિવસમાં હવામાન ખરાબ થવાની અનેક ચેતવણી આપી છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ૧૦ જૂનથી વધારે વરસાદ થવાની આશંકા છે.