Western Times News

Gujarati News

પૂર્વ આઇપીએસ અધિકારી અન્નામલાઇ ભાજપમાં સામેલ

ચેન્નાઇ, તમિલનાડુ મૂળના કર્ણાટક કેડરના ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ના પૂર્વ અધિકારી કે અન્નામલાઇએ ભાજપનું સભ્ય પદ હાંસલ કર્યું હતું ભાજપના મહામંત્રી અને કર્ણાટક અને તમિલનાડુના પ્રભારી પી મુરલીધર રાવ,તમિલનાડુ ભાજપના અધ્યક્ષ એલ મુરૂગન અને પાર્ટીના પ્રવકતા સંબિત પાત્રાની હાજરીમાં અન્નામલાઇએ ભાજપનું સભ્ય પદ ગ્રહણ કર્યું હતું. કર્ણાટકમાં નવ વર્ષ સુધી વિવિધ પદો પર કાર્ય કર્યા બાદ અન્નામલાઇએ ગત વર્ષ મે મહીનામાં પોલીસસેવાથી રાજીનામુ આપ્યું હતું તે સમયે તે બેંગ્લુરૂ દક્ષિણના પોલીસ કમિશ્નર હતાં.

તમિલનાડુના કરૂરમાં જન્મેલ ૨૦૧૧ બેંચના પૂર્વ આઇપીએસ અધિકારી કે કર્ણાટકના ઉડ્ડીપી જીલ્લાના કારકલાના સહાયક પોલીસ અધીક્ષક અને ઉડ્ડીપી અને ચિકમંગલુરના પોલીસ અધીક્ષકના રૂપમાં કાર્ય કરવાને કારણે યાદ કરવામાં આવે છે.
રાવે પાર્ટીમાં તેમનું સ્વાગત કરતા કહ્યું કે તે ખેડૂત પરિવારથી સંબંધ રાખે છે તેમની પૃષ્ઠભૂમિ ખુબ સારી રહી છે તેમણે એન્જીનિયરીંગ કર્યા બાદ પ્રબંધનનો અભ્યાસ કર્યો અને આઇપીએસ માટે પસંદ થયા રાવે રકહ્યું કે દેશના દરેક રાજયોની જેમ તમિલનાડુમાં ભાજપ મજબુત થઇ રહી છે ત્યાં પણ સમાજના વિવિધ વર્ગોમાં અને અલગ અલગ ક્ષેત્રના લોકોમાં ભાજપપ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે.તેમણે કહ્યું કે તમિલનાડુમાં રાષ્ટ્રવાદી શક્તિઓને મજબુત કરવા બંધારણીય મૂલ્યોની સ્થાપના કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને મજબુત કરવા માટે અન્નામલાઇ ભાજપમાં સામેલ થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.