પૂર્વ આર્મી ચીફ જનરલ વી.પી.મલિકે કહ્યું: તોફાનો કરીને યુવાનો સેનામાં ભરતીનો રસ્તો બંધ કરી રહ્યા છે
યુવાઓને ધીરજ રાખવા પૂર્વ સેના અધિકારીઓની અપીલ
નવી દિલ્હી,અગ્નિપથ સ્કીમનો વિરોધ કરીને રસ્તા પર આવનારા યુવાઓને ધીરજ રાખવા માટે સેનાના પૂર્વ અધિકારીઓ અપીલ કરી રહ્યા છે.ખાસ કરીને હરિયાણા, યુપી, બિહાર, રાજસ્થાન, તેલંગાણામાં આ સ્કીમનો વિરોધ ઉગ્ર બન્યો છે.
બીજી તરફ નિવૃત્ત મેજર જનરલ જી.ડી.બક્ષીનુ કહેવુ છે કે, આર્મીમાં હંમેશા શિસ્તને વરેલા લોકોની ભરતી થાય છે. યુવાઓ તોફાનો કરીને સેનામાં ભરતી થવાનો પોતાનો રસ્તો જાતે જ બંધ કરી રહ્યા છે.તેમણે કહ્યુ હતુ કે, સેનામાં ભરતી થવા માટે તોડફોડ કરવાનો કે અરાજકતા ફેલાવવાનો રસ્તો યોગ્ય નથી. દેખાવો જ કરવા હોય તો તે શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે.
જ્યારે પૂર્વ આર્મી ચીફ જનરલ વી.પી.મલિકનુ કહેવુ છે કે, બે વર્ષ પહેલા સેનાની ભરતી સ્થગિત કરાઈ હતી. આ નિરાશાને સમજી શકાય છે, કારણકે ઘણા યુવાઓ આ સ્કીમ માટે ઓવરએજ થઈ ગયા છે. સરકારે અને સેનાએ આ સ્કીમ અંગે યુવાઓને સમજાવવા માટે અને તેને યોગ્ય ઠેરવવા માટે પ્રયત્ન કરવા જાેઈએ.SS2KP