પૂર્વ એનસીસી કેડેટ્સ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ, કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે 21મી જુલાઇ, 2019ના રોજ 08 ગુજરાત એનસીસી બટાલિયન જુનાગઢ દ્વારા એસોશિયેશન ઑફ એક્સ-એનસીસી કેડેટ્સ (એએએન) સાથે સંકલન સાધીને રાષ્ટ્ર નિર્માણ વિષયક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એસોસિએશનની સ્થાપના સૌરાષ્ટ્રનાં સૈન્ય દળોના પ્રથમ અધિકારીઓમાંનાં એક તેવા શ્રી હિતેન વ્યાસ અને કેપ્ટન જયદેવ દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં 150 એક્સ-એનસીસી કેડેટ્સ દ્વારા હાજરી આપવામાં આવી હતી. 1962માં ગુજરાત એનસીસીની પ્રથમ બેચના બ્રિગેડિયર સંજિવ દત્ત એસએમ, ગ્રૂપ કમાન્ડર રાજકોટ ગ્રૂપ કર્નલ વિવેક શીલ, કર્નલ ડીબી પાઠક અને શ્રી વસાવડાએ આ કાર્યક્રમમાં હાજરી રહ્યાં હતા. 55 વર્ષ પહેલા બટાલિયનમાં જોડાનારા ખ્યાતનામ સામાજિક કાર્યકર્તા અને પૂર્વ-એનસીસી કેડેટ શ્રી નટુભાઇ ચોક્સીએ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો.
આશરે 150 છોડ વાવીને એક વુક્ષારોપણ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો. 26મી જુલાઇના રાજો આવનારા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાવામાં આવ્યું હતું.