પૂર્વ કેન્દ્રીય પ્રધાન રઘુવંશ સિંહનું નિધન-૩ દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ સિંહ લાંબા સમયથી બિમાર હતા, તેમણે આજે દિલ્હી એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા
નવી દિલ્હી, બિહારના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન થયું છે. તેમણે દિલ્હી એમ્સ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. તાજેતરમાં રઘુવંશ પ્રસાદ સિંહની તબિયત લથડતા તેને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં શુક્રવારે મોડી રાત્રે તેની તબિયત અચાનક લથડી ગઈ હતી.
અને ત્યારબાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ડૉકટર્સ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા હતા પરંતુ તેમની તબિયત સતત બગડતી ગઈ અને આજે તેમનું નિધન થયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહની ઓળખ બિહારના સૌથી કદાવર નેતા તરીકે થતી હતી. તાજેતરમાં જ અચાનક તબિયત બગડતાં તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરાયા હતા. દિલ્હી એઇમ્સ ખસેડાયા બાદ રઘુવંશ પ્રસાદ સિંહે ત્રણ દિવસ પહેલા એટકે કે ગુરુવારે આરજેડીના મુખિયા લાલુ પ્રસાદ યાદવને એક પત્ર લખ્યો હતો.
જેમાં તેમણે આરજેડી છોડવાની જાહેરાત કરી હતી. પરંતુ લાલુ પ્રસાદે તેમનું રાજીનામું સ્વીકાર્યું નહોતું. આરજેડીમાંથી તેમનું રાજીનામાને લાલુ યાદવે પત્ર લખીને નામંજૂર કરી દીધું હતું. અને તેમને મનાવવાની કોશિશ કરતા જણાવ્યું હતું કે તેઓ ક્યાંય જતા નથી. આજે રઘુવંશ પ્રસાદ સિંહના નિધનના સમાચારથી હવે લાલુપ્રસાદ યાદવ ખૂબ દુઃ ખી છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું, ‘પ્રિય રઘુવંશ બાબુ! તમે આ શું કર્યું? મેં તમને ગઈકાલના આગલા દિવસે કહ્યું હતું કે તમે ક્યાંય જશો નહીં. પણ તમે આટલા દૂર જતા રહ્યા. નિઃ શબ્દ છું, દુઃખી છું. ખૂબ યાદ આવશો. લાલુ યાદવને પત્ર લખીને આરજેડીમાંથી રાજીનામું આપ્યા બાદ રઘુવંશ પ્રસાદ સિંહે બિહારના સીએમ નીતીશ કુમારને પણ પત્ર લખ્યો હતો. તેમણે દિલ્હીના એઈમ્સ તરફથી આ પત્ર લખ્યો હતો, જેમાં તેમણે બિહારના મુખ્યમંત્રી પાસેથી ત્રણ માંગણીઓ કરી હતી. SSS