પૂર્વ ક્રિકેટર ઈરફાને પત્નીનો હિજાબ સાથેનો ફોટો શેર કરતા ટ્રોલ થયો
વડોદરા, ભારતમાં હિજાબ મુદ્દે માહોલ ગરમાયો છે ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટ ઈરફાન પઠાણે પોતાની પત્નીનો હિજાબ સાથે ફોટો શેર કરતા તે ટ્રોલ થયો છે. ઈરફાન પઠાણે એક તસવીર શેર કરી છે કે જેમાં તેની પત્ની સફા બેગમ અને દીકરો દેખાય છે.
આ તસવીરમાં ઈરફાન પઠાણ પરિવાર સાથે ઉભો છે અને તેની પાછળ ચાર્ટર પ્લેન ઉભેલું દેખાય છે. સફા કાળા રંગના હિજાબમાં દેખાય છે અને તેને લઈને સોશિયલ મીડિયા પર લોકોને તેને ટ્રોલ કરીને તારી પાસે આવી આશા નહોતી તેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.
મહત્વનું છે કે કર્ણાટકમાં ચાલતા હિજાબના મુદ્દે હાઈકોર્ટે જે ચૂકાદો આપ્યો તેને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે યોગ્ય સમયે વિચાર કરવાની વાત કહી છે.
વડોદરાના અને પૂર્વ ભારતીય ક્રિકેટ ૩૭ વર્ષના ઈરફાન પઠાણે પરિવારનો ફોટો શેર કરીને જણાવ્યું છે કે, આ તેના દીકરાની પહેલી હવાઈ મુસાફરી હતી. જાેકે, આ તસવીરમાં તેની પત્ની સફાની હિજાબ સાથેની તસવીરને લઈને તેને ટ્રોલ કર્યો છે, કેટલાક યુઝર્સે એવું પણ લખ્યું છે કે ઈરફાન પઠાણ હંમેશા પોતાની પત્નીનું મોઢું, હિજાબ, બુર્ખા અને અન્ય રીતે ઢાંકેલું જાેવા મળે છે.
એક તરફ કર્ણાટકનો મુદ્દો ગરમાયેલો છે ત્યારે ઈરફાન પઠાણે શેર કરેલી તસવીરને લઈને હાલની પરિસ્થિતિ સાથે સાંકળવાના યુઝર્સ દ્વારા પ્રયત્નો કરી રહ્યા છે. ઈરફાનને ટ્રોલ કરનારા કેટલાક એવા પણ દાવા કરી રહ્યા છે કર્ણાટકમાં જે મુદ્દો ચગ્યો છે તેના કારણે જ આ પ્રકારની તસવીર ક્રિકેટર દ્વારા શેર કરાઈ છે.
હાલ દેશમાં હિજાબનો મુદ્દો ગરમાયો છે તેના કારણે ઈરફાનને ટ્રોલ કરાઈ રહ્યો છે તેવું નથી. અગાઉ પણ ઈરફાન પઠાણની તેની પત્ની સાથેની તસવીરના કારણે તે ટ્રોલ થતો રહ્યો છે, કારણ કે હંમેશા ઈરફાન પઠાણની પત્ની તસવીરમાં હિજાબ કે કોઈ રીતે પોતાનો ચહેરો ઢાંકેલો રાખતી જાેવા મળે છે, આવામાં લોકો સવાલ ઉઠાવતા રહ્યા છે આટલો સારો ખેલાડી અને સારું વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ પણ આવા નિયમોના બંધનથી કઈ રીતે જાેડાયેલો રહેતો હશે? વ્યક્તિ ધર્મ કે તેના નિયમોને લઈને સ્વતંત્ર ર્નિણય લેતી હોય છે પરંતુ જ્યારે તે વ્યક્તિ ચર્ચિત ચહેરો હોય ત્યારે ફેન્સને તેમના ર્નિણયો સામે સવાલ ઉઠાવતા જાેવા મળે છે.
અગાઉ પણ ઈરફાન પઠાણની એક તસવીરમાં તેની પત્ની અને દીકરો જાેવા મળ્યા હતા, આ તસવીરમાં ઈરફાનની પત્ની સફાના હાથમાં માસ્ક હતું એટલે કે તેનો ચહેરો ઢંકાયેલો નહોતો પરંતુ તેના ચહેરા પર કોઈ કપડું હોય તે દેખાય છે અને તે પણ એડિટ કરીને મૂક્યું હોય તેવું લાગે છે, આ ફોટોને લઈને પણ ફેન્સે ઈરફાન પઠાણને સવાલ કર્યા હતા.
ઈરફાન પઠાણે વર્ષ ૨૦૧૬માં સફા સાથે લગ્ન કર્યા હતા. સફાનો જન્મ સાઉદી અરબમાં થયેલો છે અને તે મૉડલ હોવાની સાથે નેલ-આર્ટિસ્ટ પણ રહી ચૂકી છે.
સુપ્રીમ કોર્ટે હિજાબ મામલે સુનાવણીનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, અમે દરેક નાગરિકના બંધારણીય અધિકારોની રક્ષા કરીશું અને યોગ્ય સમયે વિચાર કરીશું. હિજાબના મુદ્દે સુનાવણી કરતી કર્ણાટક હાઈકોર્ટની ત્રણ જજાેની ખંડપીઠે ગુરુવારે આ મામલાના સમાધાન ના આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાનોમાં ધાર્મિક કપડા પહેરવા પર ભાર નહીં આપવાની વાત કહી હતી.SSS