પૂર્વ ખેલાડી અને જાણીતા કમેંટેટર રોબિન જૈકમૈનનું નિધન થયું
નવીદિલ્હી, ક્રિકેટના જાણીતા કમેંટેટર અને ઇગ્લેન્ડના પૂર્વ બોલર રોબિન જૈકમેનનું નિધન થયું હતું તેઓ ૭૫ વર્ષના હતાં તેમના નિધનની માહિતી મળતા જ દુનિયાભરના પ્રશંસકોમાં શોકની લહેર દોડી ગઇ હતી જૈકમૈન કમેંટરીમાં પોતાના ખાસ અંદાજ માટે જાણીતા હતાં.
તેમણે પોતાના ક્રિકેટ કેરિયરમાં ૧૫ એક દિવસીય મેચો મી છે તેમાં ૫૪ રન કર્યા હતાં જયારે બોલીંગની વાત કરીએ તો વનડે મેચોમાં ૧૪ તો ટેસ્ટ મેચોમાં ૧૭ વિકેટ લીધી છે. રોબિન જૈકમેને વેસ્ટ ઇન્ડિઝની વિરૂધ્ધ માર્ચ ૧૯૮૧માં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુંય આઇસીસીએ પણ રોબિન જૈકમનના નિધન પર શોક વ્યકત કર્યો છે.
આઇસીસીએ ટ્વીટ કરી કહ્યુ કે મહાન કમેટેટર અને ઇગ્લેન્ડના પૂર્વ બોલપ રોબિન જૈકમેનના મૃત્યુની બાબતે જાણકારી મળી તેનાથી અમને દુખ થયું છે ભગવાન તેમની આત્માને શાંતિ આપે આ ઉપરાંત ઇગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓએ પણ જૈકમેનના નિધન પર શોકની લાગણી વ્યકત કરી છે. સોશલ મીડિયા પર દુનિયાભરના ફેંસ તેમને શ્રધ્ધાંજલિ અપી રહ્યાં છે.HS