પૂર્વ ખેલાડી રમીજ રાજા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન બન્યા

કરાંચી, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીજ રાજાને નિર્વિરોધ ચુંટણી જીત્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે.તે ત્રણ વર્ષ સુધી પીસીબીના અધ્યક્ષ પદ પર બની રહેશે તે આ પદ માટે પોતાનું ઉમેદવારીપત્ર જમા કરાવનાર એકમાત્ર વ્યક્તિ હતાં. જેના માટે છ પીસીબી ગવર્નિગ બોર્ડ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
પીસીબીની સાથે રમીજનો આ બીજાે કાર્યકાળ છે. આ પહેલા તેમને ૨૦૦૩થી ૨૦૦૪ સુધી પીસીબીના મુખ્ય કાર્યકારીના રૂપમાં કામ કર્યું હતું. તેમણે ૨૦૦૪માં ભારતના પાકિસ્તાનના ઇતિહાસીક પ્રવાસને કોઇ પણ અવરોધ વિના સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
પાકિસ્તાનના વડાપ્રધાન અને પીસીબીના સંરક્ષક ઇમરાન ખાને ૨૭ ઓગષ્ટે રમીજ રાજાને સીધા અધ્યક્ષ માટે નામાંકિત કર્યા હતાં રમીજ હંમેશા ઇમરાનની પહેલી પસંદ હતાં કારણ કે પહેલા જ ખબર પડી ગઇ હતી કે એહસાન મની પોતાનો કાર્યકાળ જારી રાખશે નહીં.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આ ૩૬માં કાર્યકાળ હશે જયારે આ પદ સંભાળનાર રમીજ રાજા ૩૦માં વ્યક્તિ છે આ ઉપરાંત એજાજ બટ જાવેદ બુર્કી અને અબ્દુલ હફીઝ કારદાર બાદ ચોથા ક્રિકેટર છે જે પીસીબીના અધ્યક્ષ બન્યા છે વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા નામિત ચુંચણી કમિશ્નર સેવાનિવૃત ન્યાયાધીશ શેખ અજમત સઇદે તે પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું જેના પરિણામસ્વરૂપ રમીજને સત્તાવાર રીતે પીસીબીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ રમીજે સક્રિય રીતે ખેલાડીઓ અને પીસીબી અધિકારીઓ સાથે બેઠક કરી હતી એ પણ સમજવામાં આવે છે કે પાકિસ્તાનની આગામી ટી ટવેન્ટી વિશ્વકપ ટીમની પસંદગીમાં તેમની મહત્વપૂર્ણ ભાગીદારી હતી ટીમની જાહેરાતના કેટલાક કલાકો બાદ મુખ્ય કોચ મિસ્બાબ ઉલ હક અને બોલીંગ કોચ વકાર યુનિસે પોતાના રાજીનામા સોંપી દીધા હતાં.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બન્યા બાદ રમીજ રાજાને આગળ ૧૭ વર્ષ પહેલાની સરખામણીમાં ખુબ અલગ પ્રશાસનિક પડકારો છે.HS