પૂર્વ જવાન તેજ બહાદુરની અરજી સુપ્રીમે નકારી દીધી
નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના વારાણસી લોકસભા બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ ચુંટણી લડનાર બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે હકીકતમાં સુપ્રીમે ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં વારાણસી સંસદીય બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ સીમા સુરક્ષા દળના બરતરફ જવાન તેજ બહાદુરના ઉમેદવારીપત્રક રદ થવાના મામલામાં દાખલ અરજીને આજે રદ કરી દીધી છે.
તેજ બહાદુરે અરજીમાં આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાનના દબાણમાં ખોટી રીતે ચુંટણી અધિકારીએ તેમનું ઉમેદવારીપત્રક રદ કર્યું હતું.સુપ્રીમ કોર્ટની બેંચે ૧૮ નવેમ્બરે તેજ બહાદુરની અપીલ પર સુનાવણી પુરી કરી હતી બેંચે આજે અલ્હાબાદ હાઇકોર્ટનોે આદેશ યથાવત રાખ્યો હતો હાઇકોર્ટે તેજ બહાદુરનું ઉમેદવારીપત્રક રદ કરવાના ચુંટણી અધિકારીના નિર્ણયની વિરૂધ્ધ દાખલ અરજી રજ કરી હતી. તેજ બહાદુર સપા તરફથી ઉમેદવાર હતાં.HS